Home /News /movies /

બ્રાઝિલના પેલેની બાયોપિકમાં ભારતીય જય હોનું સંગીત !

બ્રાઝિલના પેલેની બાયોપિકમાં ભારતીય જય હોનું સંગીત !

ઓસ્કર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર. રહેમાન વિશ્વ ફલકે વધુ એક સિધ્ધિ મેળવવા જઇ રહ્યા છે. બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેના જીવન પર બનનારી ફિલ્મમાં સંગીત આપવાની તક મળી છે. જેને લઇને રહેમાને આનંદ વ્યક્ત કર્યો છે.

ઓસ્કર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર. રહેમાન વિશ્વ ફલકે વધુ એક સિધ્ધિ મેળવવા જઇ રહ્યા છે. બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેના જીવન પર બનનારી ફિલ્મમાં સંગીત આપવાની તક મળી છે. જેને લઇને રહેમાને આનંદ વ્યક્ત કર્યો છે.

  • IBN7
  • Last Updated :
મુંબઇ# ઓસ્કર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર. રહેમાન વિશ્વ ફલકે વધુ એક સિધ્ધિ મેળવવા જઇ રહ્યા છે. બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેના જીવન પર બનનારી ફિલ્મમાં સંગીત આપવાની તક મળી છે. જેને લઇને રહેમાને આનંદ વ્યક્ત કર્યો છે.

એ.આર. રહેમાન બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેના જીવન પર બનવા જઇ રહેલી ફિલ્મમાં પોતાનું સંગીત આપશે. રહેમાન આ તક મળવાથી ખૂબ ખુશ છે અને તેમનું કહેવું છે કે, આ ગૌરવની વાત છે. રહેમાને પેલે સાથે ગત દિવસોમાં કોલકાતામાં થયેલ પોતાની મુલાકાત પર પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતુ કે, આ તેમના માટે કોઇ સપનુ છે, જે સાચું થવા જઇ રહ્યું છે.

રહેમાનના જીવન પર બનેલ એક ડોક્યૂમેન્ટ્રી 'જય હો' નું પ્રસારણ ડિસ્કવરી પર થવાનું છે. આ સંદર્ભે રહેમાને કહ્યું કે, પેલે ખેલ જગતની એક મોટી હસ્તી છે અને તેમના પર બનવા જઇ રહેલ ફિલ્મમાં કોઇપણ રૂપમાં હિસ્સો બનવું સન્માનની વાત છે. રહેમાને હાલમાં કહ્યું હતુ કે, તેઓને ખેલ અંગે કોઇ પણ જાણકારી નથી અને તેઓએ પેલે માટે સંગીત તે સમયે આપ્યું હતુ, જ્યારે તેઓ તેમને ઓળખતા પણ ન હતા.

રહેમાનના અનુસાર, આવી હસ્તી માટે સંગીત તૈયાર કરવું એક મોટી ભાવના હોય છે. તમે એમાં શારીરિક સ્તર પર શામેલ થતા નથી. ખેલ પ્રત્યે ઘણી ઉર્જા અને મહેનતની જરૂરત હોય છે. મારા માટે, મારી તમામ ઉર્જા સંગીતથી છે.

મહાનતમ ખેલાડીની બાયોપિકનું નામ 'પેલે' છે અને એના લેખક-નિર્દેશક જેફ ઝિમ્બાલિસ્ટ અને માઇકલ ઝિમ્બાલિસ્ટ છે. રહેમાને પેલે સાથે કોલકાતામાં એક સમારોહ દરમિયાન મુલાકાત કરી હતી. આ સમોરહમાં ક્રિકેટ દિગ્ગજ સૌરવ ગાંગુલી સહિત પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બનેર્જી પણ ઉપસ્થિત રહ્યાં હતા. 'જય હો' નું પ્રીમિયર 26 ઓક્ટોબરે થશે.
First published:

Tags: એવોર્ડ, જીવન, ફિલ્મ, બ્રાઝિલ, મુંબઇ, સંગીત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन