Home /News /movies /

અનુપમ ખેર બન્યા FTIIનાં નવાં ચેરમેન

અનુપમ ખેર બન્યા FTIIનાં નવાં ચેરમેન

એક્ટર અનુપમ ખેરને પુણેની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ (FTII)નાં ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે આ પહેલાં ગજેન્દ્ર ચૌહાણ FTIIનાં અધ્યક્ષ હતાં. અનુપમ ખૈર અત્યાર સુધીમાં 500થી વધુ ફિલ્મો અને થિએટરમાં કામ કરી ચુક્યા છે તેમજ બેન્ડ ઇટ લાઇક બેકહમ, લાસ્ટ, કોશન અને સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક જેવી હોલિવૂડ ફિલ્મો પણ કરી ચુક્યા છે.  જેમાંથી સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક 2013માં ઓસ્કાર પણ જીતી ચુકી છે.

FTIIનાં અધ્યક્ષ તરીકે ગજેન્દ્ર ચૌહાણનું કાર્યકાળ આ વર્ષે માર્ચ મહિનામાં પૂર્ણ થઇ ગયુ હતું. તેમની નિયુક્તિ બાદ વિદ્યાર્થીઓએ 139 દિવસ સુધી હડતાળ પણ કરી હતી. વિદ્યાર્થીઓનો આરોપ હતો કે ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિ પાછળ રાજકારણ છે તેમનું માનવું હતું કે ચૌહાણ આ પદ માટે લાયક ન હતાં.



ગજેન્દ્ર ચૌહાણ પહેલા શ્યામ બેનેગલ, અદુર ગોપાલકૃષ્ણન, સઇદ મિર્ઝા, મહેશ ભટ્ટ, મૃણાલ સેન, વિનોદ ખ્ના અને ગિરિશ કર્નાડ જેવાં કલાકાર અને ફિલ્મકાર FTII નાં અધ્યક્ષ રહી ચુક્યા છે.

FTIIથી કેટલાંય ચર્ચિત ફિલ્મ પર્સનાલિટીઝે સ્ટડી કરી છે. જેમાં નસીરુદ્દીન શાહ, જયા બચ્ચન, શબાના આઝમી, શત્રુઘ્ન સિન્હા, રઝા મુરાદ, રેસુલ, પુકુટ્ટી, સ્મિતા પાટિલ અને ઓમ પુરી શામેલ છે.
First published:

Tags: અનુપમ ખેર, એફટીઆઇઆઇ, ગજેન્દ્ર ચૌહાણ, શ્યામ બેનેગલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन