Home /News /movies /અમિતાભ અને પ્રિયંકા ચોપડા હશે 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર!
અમિતાભ અને પ્રિયંકા ચોપડા હશે 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર!
નવી દિલ્હી# કેન્દ્ર સરકારે 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડરના નામ નક્કી કરી લીધા છે. સૂત્રોના અનુસાર પ્રિયંકા ચોપડા અને અમિતાભ બચ્ચન નવા બ્રાન્ડ એમ્બેસેડર હશે. અમિતાભ પુરૂષ બ્રાન્ડ એમ્બેસેડર, તો પ્રિયંકા મહિલા બ્રાન્ડ એમ્બેસેડર હશે.

સૂત્રોના અનુસાર બન્નેના નામની સત્તાવાર જાહેરાત 26 જાન્યુઆરી બાદ કરવામાં આવશે. આ પ્રથમ અવસર હશે, જેમાં સરકાર સીધી રીતે બ્રાન્ડ એમ્બેસેડરની નિમ્ણંક કરશે. બન્ને સ્ટારની ત્રણ વર્ષ માટે નિમ્ણંક કરાશે. અમિતાભ અને પ્રિયંકા બન્ને 'અતુલ્ય ભારત' ના અભિયાન માટે કોઇ પૈસા લેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 'અતુલ્ય ભારત' ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહ્યાં આમિર ખાનને સરકારે આગળ કાયમ ન રાખવાનો નિર્ણય લીધો છે. અસહિષ્ણુતા અંગે આમિર ખાનના નિવેદન બાદ સરકારની ઉડેલી મજાક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સરકાર તરફથી દર વખતે એજ કહેવામાં આવ્યું છે કે, આ વિવાદથી આમિરને હટાવવાનો કોઇ સબંધ નથી. જે કંપની સાથે આમિરનો કરાર હતો, તે કંપની સાથે સરકારે પોતાનો સબંધ સમાપ્ત કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર