અમરસિંહનું ચોંકાવનારૂ નિવેદન, સાથે નહીં રહેતા અમિતાભ-જયા!

અમરસિંહે ફરી એકવાર અમિતાભ અને જયા બચ્ચનને લઇને એક ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. અમરસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે નથી રહેતા.

અમરસિંહે ફરી એકવાર અમિતાભ અને જયા બચ્ચનને લઇને એક ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. અમરસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે નથી રહેતા.

  • Share this:
નવી દિલ્હી #અમરસિંહે ફરી એકવાર અમિતાભ અને જયા બચ્ચનને લઇને એક ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. અમરસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે નથી રહેતા.

ટીવી ચેનલ એબીપી માઝાના અહેવાલ મુજબ જ્યારે સપામાં સર્જાયેલા આંતરિક કલેહને લઇને પત્રકારે અમરસિંહને સવાલ પુછ્યો તો એમણે જવાબ આપ્યો કે, લોકો દરેક ઝઘડા પાછળ અમરસિંહનો હાથ હોવાનું જ કહે છે. તેમણે કહ્યું કે,જ્યારે હું અમિતાભને ઓળખતો ન હતો, જ્યારે એમને મળ્યો ન હતો ત્યારથી બંને અલગ રહે છે. એક પ્રતિક્ષામાં બીજા જનકમાં. અમરસિંહે જયા અને ઐશ્વર્યા રાય બચ્ચનના સંબંધોને લઇને પણ ઇશારો કર્યો.

એક સમય હતો જ્યારે અમરસિંહ અને અમિતાભ બચ્ચ વચ્ચે ઘણા સારા સંબંધો હતા પરંતુ સમયની સાથે બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઇ છે. અમરસિંહ છાશવારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અંગે નિવેદન આપતા રહે છે પરંતુ અમિતાભ જયા દરેક વખતે મૌન રાખવાનું જ યોગ્ય સમજે છે.
First published: