Home /News /movies /

અભિનેતા દિલીપ કુમારને રાજનાથ સિંહે પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા

અભિનેતા દિલીપ કુમારને રાજનાથ સિંહે પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા

મુંબઇ# અભિનેતા દિલીપ કુમારને આજે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે તેમના ઘરે જઇને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ દરમિયાન દિલીપ કુમાર ઘરે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિધારાવ સાગર, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મુંબઇ# અભિનેતા દિલીપ કુમારને આજે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે તેમના ઘરે જઇને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ દરમિયાન દિલીપ કુમાર ઘરે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિધારાવ સાગર, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતા. દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન અને અન્યને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત 26 જેન્યુઅરી 2015ના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. જ્યારે એપ્રિલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિજેતાઓને પદ્મ એવોર્ડ પ્રદાન કર્યા હતા, ત્યારે દિલીપ કુમાર રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત તે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.

દિલીપ કુમારનો જન્મ પેશાવરના કિસ્સા ખવાની બજારમાં પઠાણ ફળોના વેપારી ગુલાન સરવરના ઘરે 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ મોહમ્મદ યુસુફ રાખ્યું હતુ. ફિલ્મોમાં દિલીપ કુમારના નામથી તેઓ 'મુગલ-એ-આઝમ', 'નયા દોર', 'દેવદાસ', 'મધુમતિ', 'ગંગા જમુના', 'આઝાદ' અને 'લીડર' જેવી પોતાની ક્લાસિક ફિલ્મોના માટે જાણીતા છે. તેઓને 1991માં પદ્મ વિભૂષણ અને 1994માં દાદા સાહેબ ફાલકે એવોર્ડ એનાયત કરાયો હતો.
First published:

Tags: અભિનેતા, એવોર્ડ, પદ્મ વિભૂષણ, મુંબઇ, રાજનાથસિંહ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन