Health and yoga: યોગાસન કરતી વખતે થતી આ 7 ભૂલોથી બચો

યોગાસનોથી સ્વાસ્થ્યને લગતા અઢળક ફાયદા થાય છે, પરંતુ આસનો યોગ્ય રીતે કરવા જરૂરી છે.

યોગાસનોથી સ્વાસ્થ્યને લગતા અઢળક ફાયદા થાય છે, પરંતુ આસનો યોગ્ય રીતે કરવા જરૂરી છે. યોગ-આસનો કરતી વખતે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં અમે યોગ કરતી વખતે લોકો દ્વારા થતી 7 ભૂલ અંગે જાણકારી આપી છે. આ ભૂલોને અવગણી જોઈએ.

વધુ જુઓ ...
  મુંબઈઃ યોગાસનોથી સ્વાસ્થ્યને લગતા અઢળક ફાયદા થાય છે, પરંતુ આસનો યોગ્ય રીતે કરવા જરૂરી છે. યોગ-આસનો કરતી વખતે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં અમે યોગ કરતી વખતે લોકો દ્વારા થતી 7 ભૂલ અંગે જાણકારી આપી છે. આ ભૂલોને અવગણી જોઈએ.

  ઓનલાઇન યોગ કરતી વખતે અચાનક સ્ક્રીન તરફ જોવું

  કોરોના મહામારીના કારણે ઓનલાઇન યોગ ક્લાસને ખૂબ જ સફળતા મળી છે. હવે નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છતાં પણ લોકો ઓનલાઇન યોગના એટેન્ડ કરવાનું પસંદ કરે છે. કસરત કરતી વખતે ધ્યાન રાખો કે કસરતની વચ્ચે તમારા માથાને આંચકો આપીને અથવા તમારી ગરદનને ખેંચીને અચાનક સ્ક્રીન તરફ ન જોવું. આનાથી ગળા અથવા પીઠમાં મચકોડ જેવી ઈજા થઈ શકે છે.

  સસ્તી યોગા મેટનો ઉપયોગ

  યોગા મેટ મોંઘું હોય તે જરૂરી નથી. પણ ખોટી મુદ્રાઓ અને ઇજાઓથી બચવા માટે સારી ગુણવત્તાની યોગા મેટ જરૂરી છે. જો યોગા મેટ લપસણી હોય અથવા સપાટ કે આકારમાં ન રહેતી હોય તો આસનો કરતી વખતે તકલીફ પડે છે. તેથી યોગ્ય યોગા મેટ ખરીદો, સારી યોગા મેટના કારણે તમે સંતુલન ગુમાવશો નહીં. તમારા ઘૂંટણ અથવા કોણીને ઇજા પહોંચશે નહીં.

  યોગ માટે અયોગ્ય કપડાં પહેરવા

  યોગાસનો યોગ્ય રીતે કરવા માટે તમારે યોગ્ય કપડાં પહેરવા જરૂરી છે. ફિગર-હગિંગ અથવા ખૂબ ઢીલા કપડાં યોગ કરવામાં વિક્ષેપ લાવી શકે છે. આવી સ્થિતિમમાં તમારા અંગો મુક્તપણે હલનચલન કરી શકે તેવા આરામદાયક પરંતુ ફીટ કપડાં પહેરો. ઉપરાંત, કાપડ ખેંચી શકાય તેવું હોય અને પરસેવો શોષતું હોય તે પણ જરૂરી છે.

  શ્વાસને રોકી રાખવો

  સ્થિર અને યોગ્ય શ્વાસોચ્છવાસ એ યોગનો આવશ્યક ભાગ છે. પણ મોટેભાગે લોકો મુદ્રાઓ અને હલનચલનને યોગ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ દરમિયાન તેઓ ક્રિયા પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરી તેમના શ્વાસને પકડી રાખે છે. આવું કરવાથી બચો અને તમારા શ્વાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. ઉપરાંત મોં મારફતે શ્વાસ લેવાય નહીં તેનું પણ ધ્યાન રાખો. જો આવું થતું હોય તો ધીમા પડી જાઓ અને સ્થિર શ્વાસોચ્છવાસની પ્રેક્ટિસ કરો.

  સંપૂર્ણ ખાલી પેટ અથવા એકદમ ભરેલા પેટે યોગ કરવા

  ભૂખ્યા હોવ ત્યારે યોગ્ય રીતે આસન થઈ શકે નહીં અને જો તમારું પેટ વધુ પડતું ભરેલું હશે તો તે તમને ધીમા પાડી દેશે અને ફરીથી તમે યોગ્ય રીતે કસરત નહીં કરી શકો. તેથી યોગ કરવાના એક કે બે કલાક પહેલાં હળવો નાસ્તો કરો.

  યોગ્ય પ્રોપ્સનો ઉપયોગ ન કરવો

  યોગ ટ્રેનર ચોક્કસ આસનો કરવા માટે પ્રોપ્સનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમારે પણ તેવું જ કરવું જોઈએ. પ્રોપ્સ ક્યારેક બિનજરૂરી લાગી શકે છે, પરંતુ જો તમારા ટ્રેનર તેનો ઉપયોગ કરતા હોય, તો યાદ રાખો કે તેનો અર્થ એ છે કે આ પ્રોપ્સ મહત્વપૂર્ણ છે. તેઓ તમારી પ્રેક્ટિસને મજબૂત, સપોર્ટ આપે છે અને વધુ ગહન બનાવે છે.

  આ પણ વાંચોઃ રોજ સવારમાં ઘરે કરો આ 5 યોગા, ક્યારે નહીં ચઢવા પડે દવાખાનના પગથિયા

  શવાસન કરવામાં આળસ

  શવાસન નકામું અને ક્ષુલ્લક નથી. તે માત્ર પડ્યા રહેવાની ક્રિયા નથી, હળવાશ તમને યોગના સાચા ફાયદાઓને શોષી લેવામાં મદદ કરે છે. યોગના દરેક સેશન પૂર્ણ કર્યા પછી શવાસન કરવું જ જોઈએ.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Exercise, Yoga Pose, Yogasana

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन