Coronavirus : તેલંગાણાથી રાજસ્થાન તરફ જતા બે ટ્રકને રોકીને તપાસ કરતા મુંબઈ પોલીસ ચોંકી!

G
Updated: January 1, 1970, 5:30 AM IST
Coronavirus : તેલંગાણાથી રાજસ્થાન તરફ જતા બે ટ્રકને રોકીને તપાસ કરતા મુંબઈ પોલીસ ચોંકી!
લૉકડાઉનમાં વતન જવા બેબાકળા બનેલા મજૂરોની જોખમી સવારી, 300 મજૂરો કન્ટેનરમાં છૂપાઈને રાજસ્થાન જઈ રહ્યા હતા.

લૉકડાઉનમાં વતન જવા બેબાકળા બનેલા મજૂરોની જોખમી સવારી, 300 મજૂરો કન્ટેનરમાં છૂપાઈને રાજસ્થાન જઈ રહ્યા હતા.

  • Share this:
મુંબઈ : ગુરુવારે મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) એ સમયે ચોંકી ઉઠી હતી જ્યારે તેણે તેલંગાણા (Telangana)થી રાજસ્થાન જીવનજરૂરી વસ્તુ (essential commodities)ઓ લઈને જતા બે ટ્રક (Truck)ને અટકાવ્યા હતા. પોલીસે (Police) બંને ટ્રક રોકીને તપાલ કરી તો અંદરથી 300 જેટલા મજૂરો (Migrant) નીકળ્યા હતા. આ તમામ કામદારો રાજસ્થાનના હતા. તેઓએ ઘરે પરત જવા માટે આ ખતરનાક રસ્તો અપનાવ્યો હતો. આથી તમામ લોકો બે કેન્ટેનરમાં છૂપાઈને જઈ રહ્યા હતા. નોંધનીય છે કે દેશભરમાંથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સરકાર તરફથી 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં રોજમદારો અને રોજીરોટી માટે અન્ય રાજ્ય કે શહેરમાં ગયેલા લોકો પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે. આ માટે તેઓ 500 કિલોમીટર પર ચાલતા જઈ રહ્યા છે. આ ઉપરાંત જીવને જોખમમાં મૂકીને પણ મુસાફરી કરતા ખચકાતા નથી. આ પણ વાંચો : ગુજરાતની આ 4 ખાનગી લૅબને કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી મળી, જુઓ યાદી ગુરુવારે પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તેલંગાણામાંથી આવતા બે ટ્રકને રોક્યા હતા. યવતમાલ જિલ્લાની સરહદ ખાતે તપાસ માટે આ બંને ટ્રકને રોકવામાં આવ્યા હતા. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ટ્રકને રોકવામાં આવ્યા તે પહેલા એક ટોલ બૂથ પર હાજર અધિકારીઓએ કંઈક શંકા પડી હતી. કારણ કે ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં શું વસ્તુ ભરી છે તે અંગે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જે બાદમાં બંને ટ્રકને રોકીને તપાસ કરતા અંદરથી 300 જેટલા મજૂરો મળી આવ્યા હતા. અંદર રહેલા મજૂરોમાંથી અમુક લોકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના વતન રાજસ્થાન પરત જવા માંગે છે. લૉકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશનો અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ કન્ટેનરની અંદર બેસીને જવાનું પસંદ કર્યું હતું." આ પણ વાંચો : Coronavirus : લૉકડાઉનમાં એક ફોન કરો, જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડાશે   પોલીસના જણાવ્યા પ્રમાણે આ મામલે ટ્રકના બંને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ નિઃસહાય બનેલા મજૂરો સામે શું કાર્યવાહી કરવી તે અંગે પોલીસ પણ મૂંઝવણમાં છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાનું જીવન ટકાવી શકે તે માટે ઘરે પરત જવા માંગે છે. આ અંગે અમે બહુ ઝડપથી કોઈ નિર્ણય લઇશું.
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर