Mehsana news: આંબલિયાસણ સ્ટેશન (Ambaliyasan station) પર માઁ અંબાજીનું મંદિર (ambaji mata temple) આવેલું છે. આંબલિયાસણ સ્ટેશનમાં વર્ષો થી નવરાત્રીનાં છેલ્લા નોરતે માઁ અંબાજી ના મંદિરે મોટા હવન રાખવામાં આવે છે.
મહેસાણાઃ મહેસાણા (Mehsana) જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર નવરાત્રી (Navratri) યોજાઈ છે. ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહથી નવરાત્રીના ગરબાનો આનંદ માણી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓએ પોતાની આગવી કંઇકને કંઇક નવી નવી વિશેષતા જોવા મળી રહી છે. એવામાં મહેસાણા જિલ્લાનાં આંબલિયાસણ સ્ટેશનમાં (Ambaliyasan station) વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે.
આંબલિયાસણ સ્ટેશન પર માઁ અંબાજીનું મંદિર આવેલું છે. આંબલિયાસણ સ્ટેશનમાં વર્ષો થી નવરાત્રીનાં છેલ્લા નોરતે માઁ અંબાજી ના મંદિરે મોટા હવન રાખવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી લઈને સાંજ નાં 5 વાગ્યા સુધી હવન ચાલું હોય છે. સાંજના 5 વાગે પૂર્ણાહૂતિ કરીને યજ્ઞ કુંડ માં શ્રીફળ હોમવામાં આવે છે. વર્ષો થી ચાલી આવતી નવરાત્રી ના છેલ્લા નોરતે હવન કરવાની આ પરંપરા ને ધ્યાન માં રાખીને લોકો દર વર્ષે અંબાજી માઁ ના મંદિરે પૂરી શ્રદ્ધાથી હવન કરે છે.