Home /News /mehsana /#Missionpani: શક્તિપીઢ બહુચરાજી મંદિરમાં વરસાદી પાણીનો થશે સંગ્રહ

#Missionpani: શક્તિપીઢ બહુચરાજી મંદિરમાં વરસાદી પાણીનો થશે સંગ્રહ

આશરે 1 લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઉભી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

આશરે 1 લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઉભી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

કેતન પટેલ, મહેસાણાઃ આજે વિજ્ઞાનથી લઇને ધાર્મિક પુસ્તકોમાં વરસાદના એક એક ટીપાના જતન માટે ઘણું લખ્યું છે અને એજ જળ આવનારા સમયમાં જીવન પણ સાબિત થશે આ વાત નવાઈ લગાડે તેવી છે ને ? ત્યારે આજ વાતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર વહીવટી તંત્રએ પૂરું પાડ્યું. બહુચરાજી મંદિર હસ્તકના યાત્રી ભવન અને ભોજનાલયમાં મળીને કુલ આશરે 1 લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઉભી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે. ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. ગત ચોમાસા બાદ બહુચરાજી મંદિર હસ્તકની ધર્મશાળામાં તેમજ ભોજનાલય ખાતે આશરે 1 લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે જેમાં આ પ્રથમ ચોમાસા દરમિયાન પાણીના મોટા જથ્થાનો સંગ્રહ થશે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને પાણીની અછત વચ્ચે લાભ મળશે.

અહીં ક્લિક કરી વાંચોઃ સાંસદ ડો.કે.સી.ના દત્તક ગામમાં નદી પરનો કોઝવે ધોવાયો, લોકો મુશ્કેલીમાં

મહેસાણા જિલ્લા કલેકટરે જળ એજ જીવન ને લઈ ને અન્ય સેવાભાવી સંસ્થાઓને અપીલ પણ કરતા જણાવ્યું છે કે વરસાદી પાણી સંગ્રહની મુહિમને વેગ મળે તે માટે દરેકે આવનારા સમય માટે આવી વ્યવસ્થા ઉભી કરવા આગળ આવવું જઈએ.

બહુચરાજી એ એક શક્તિપીઠ છે અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોમાં બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે, તેમની વ્યવસ્થાના ભાગ રૂપે અને વરસાદી જળના સંચય હેતુ માટે સુંદર આયોજન કર્યું છે. અંદાજે 1 લાખ લીટર વરસાદી જળનો મોટી મોટી અંડર ગ્રાઉન્ડ ટાંકીઓમાં પાણીનો સંગ્રહ બાદ તેંનો વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાશે જેથી ઉનાળામાં પાણીની તંગી સમયે આશીર્વાદ સમાન સાબિત પણ થશે. આ સાથે બહુચરાજીના સરપંચ દ્વારા પણ આ સુંદર પ્રકારની આ વ્યવસ્થાને બિરદાવી મંદિરની આ પાણી સંગ્રહથી આવનારા સમયમાં સીધો લાભ મળશે તેવું જણાવ્યું હતું. તેમજ તેમણે પણ અન્ય ધર્મશાળા જેવી સામાજિક સંસ્થાને આ ભગીરથ કાર્યની પ્રેરણા લઈ આવી વરસાદી જળ સંચયની વ્યવસ્થા ઉભી કરવા આહવાહન કર્યું છે.

સતત ઘટી રહેલા ભૂગર્ભ જળ સ્તરએ આવનારા સમયમાં મોટી સમસ્યા નોતરશે ત્યારે આવી મોટી સંસ્થાઓ જો જળ સંચય માટે આગળ નહિ આવેતો સમય જતાં મોટી મુશ્કેલી આપણે આપણા જ હાથે નોતરશું એ આવનારો કપરો સમય જ બતાવશે.
First published:

Tags: Bahucharaji, Mission Paani, Temple, ચોમાસુ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો