Home /News /mehsana /VIDEO: મહેસાણામાં શાળાએ જતા વિદ્યાર્થી પર ગાયનો હુમલો, લોકોએ માંડ માંડ વિદ્યાર્થીને બચાવ્યો

VIDEO: મહેસાણામાં શાળાએ જતા વિદ્યાર્થી પર ગાયનો હુમલો, લોકોએ માંડ માંડ વિદ્યાર્થીને બચાવ્યો

ગત શનિવારે કડી શહેરમાં આવેલી આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી નિત્યક્રમ પ્રમાણે શાળાએ જતો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગાયે વિદ્યાર્થી પર હુમલો કરતાં આજુબાજુના રાહદારીઓ ધોકા અને પાઈપ લઈને આવી પહોંચ્યા હતા અને માંડ માંડ વિદ્યાર્થીને ગાયના મારમાંથી છોડાવ્યો હતો.

મહેસાણા (Mehsana) ના કડી (Kadi)માં એક ગાયે મચાવેલા તોફાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. કડી શહેરના દેત્રોજ રોડ (Detroj Road) પર આવેલા બહુચર માતાજીના મંદિર પાસે આદર્શ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થી પર અચાનક જ એક ગાય તૂટી પડતાં તેણે વિદ્યાર્થીને ખૂંદી નાખ્યો હતો. ગાયે વિદ્યાર્થીને અડફેટે લઈને નીચે પછાડ્યો હતો તેમજ પગથી ખૂંદી નાખ્યો હતો.

આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગાયે વિદ્યાર્થી પર હુમલો કરતાં આજુબાજુના રાહદારીઓ ધોકા અને પાઈપ લઈને આવી પહોંચ્યા હતા અને માંડ માંડ વિદ્યાર્થીને ગાયના મારમાંથી છોડાવ્યો હતો. વિદ્યાર્થી ઘાયલ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.



રાજ્યમાં અનેકવાર રખડતી ગાય અને આખલાઓનો આતંક જોવા મળે છે ત્યારે આજે મહેસાણામાં શાળાએ જતા વિદ્યાર્થી પર ગાયે હુમલો કરતા લોકોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ સ્થાનિક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, અધિકારીઓ આ અંગે કોઇ કાર્યવાહી કરતા નથી અને આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે.

આ પણ વાંચો- સીઆર પાટીલની નારાજગી વચ્ચે કેમિકલ કાંડ બાદ બોટાદ જિલ્લા ભાજપમાં નવાજૂનીના એંધાણ

તમને જણાવી દઇએ કે, ગત શનિવારે કડી શહેરમાં આવેલી આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી નિત્યક્રમ પ્રમાણે શાળાએ જતો હતો. તેના મોટા બાપુ તેની ઉતારીને ગયા હતા અને વિદ્યાર્થી ચાલીને આદર્શ હાઈસ્કૂલ તરફ જતો હતો. ત્યારે જ બહુચર માતાજીના મંદિર પાસેથી દોડતી આવેલી ગાયે શાળાએ જઈ રહેલા વિદ્યાર્થી પર અચાનક જ હુમલો કર્યો હતો અને વિદ્યાર્થીને ખૂંદી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
First published:

Tags: Gujarati news, Latest viral video, Mehsana news, મહેસાણા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો