Home /News /mehsana /Gujarat Election Results 2022: વિજાપુર બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, અહીંના મતદારોનો છે અલગ ટ્રેન્ડ, જાણો
Gujarat Election Results 2022: વિજાપુર બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, અહીંના મતદારોનો છે અલગ ટ્રેન્ડ, જાણો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) : મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકની (Vijapur Constituency) વાત કરીએ તો અહીં પાટીદાર સાથે ઓબીસી સમાજનું પ્રભુત્વ છે. ચૂંટણી પરિણામ (Election Result) જોઇએ તો ગત ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) : મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકની (Vijapur Constituency) વાત કરીએ તો અહીં પાટીદાર સાથે ઓબીસી સમાજનું પ્રભુત્વ છે. ચૂંટણી પરિણામ (Election Result) જોઇએ તો ગત ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે.
વિજાપુર વિધાનસભા ચૂંટણી (Vijapur Assembly Election) : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 2022) મહાસંગ્રામ થવા જઇ રહ્યો છે. વિજાપુર બેઠક પર ચૂંટણી પરિણામની (Vijapur Election Result) વાત કરીએ તો મતદારોની ખાસ વાત જોવા મળે એવી છે કે અહીં મતદારોનો ઝુકાવ લાંબા સમય સુધી કોઇ એક પક્ષ રહ્યો નથી. જોકે ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના (Patidar Anamat Andolan) પડકાર વચ્ચે પણ અહીં ભાજપને જનાદેશ મળ્યો છે. આ બેઠક પર પાટીદારનું પ્રભુત્વ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક કાર્યકર્તાઓથી લઇ પેજ પ્રમુખ અને નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. કોંગ્રેસ દ્વારા પણ જમીની સ્તરે પક્ષને મજબૂત કરવાની કવાયત હાથ ધરાઈ છે. મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ ઝોન વાઇઝ બેઠકો યોજી રહી છે. ત્યારે ગુમાવેલી સીટો પરત મેળવવા માટે બીજેપી અને મેળવેલી સીટો જાળવી રાખવા માટે કોંગ્રેસ તનતોડ તૈયારી કરી રહ્યું છે. ચૂંટણીના શંખનાદની વચ્ચે મહેસાણાની વિજાપુર બેઠક પરના રાજકીય લેખાજોખા જાણીએ.
વિજાપુર બેઠક પર કમળ
મહેસાણા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિસનગર, ઊંઝા, કડી, બેચરાજી, વિજાપુર અને મહેસાણા વિધાનસભા મતવિસ્તાર સામેલ છે. જે પૈકી માણસા, ઊંઝા અને બેચરાજી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થયો હતો. જ્યારે મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હતા.
ચૂંટણીને લઇ ભાજપમાં બેઠકનો દોર શરૂ
વિજાપુર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર
ગુજરાત વિધાનસભાની મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભા બેઠકમાં વિજાપુર તાલુકા તમામ ગામોનો સમાવેશ થાય છે. ગ્રામીણ મતદારો ધરાવતી આ બેઠક પર કુલ 1,99,713 મતદારો છે. જેમાં 1,02,795 પુરુષ મતદારો અને 96,912 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠકમાં કુલ 217 પોલીંગ બુથ છે.
નવા સીમાંકનથી વિસ્તાર વધ્યો
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા વિજાપુર તાલુકા પંચાયતનું નવું સીમાંકન અને બેઠક ફાળવણી જાહેર કરાઇ હતી. જેમાં કુલ 28 બેઠકો બનાવાઇ છે. તે પૈકી 14 બેઠકો મહિલા અનામત છે. નોંધપાત્ર છે કે, જૂની રચના મુજબ તાલુકા પંચાયતમાં 25 બેઠકો હતી, એટલે કે ત્રણ બેઠકોનો વધારો થયો છે.
સીમાંકન મામલે થયો હતો વિવાદ
અહીં પિલવાઇ બેઠક આદિજાતિ મહિલા અનામત અપાતાં નારાજગી પ્રસરી ગઇ હતી.ચૂંટણી પંચના જાહેરનામામાં પિલવાઇ બેઠકમાં 50થી પણ ઓછા મત આદિવાસી સમાજના હોવા છતાં પણ બેઠક આદિ જાતિ મહિલા અનામત રખાઇ હોવાથી નારાજગીનો સૂર વહેતો થયો હતો.
ભાજપ કોંગ્રેસનું ચલકચલાણું
મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભા બેઠકના અત્યાર સુધીના ચૂંટણી પરિણામો જોઈએ તો વર્ષ 2012માં વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રહલાદભાઈ પટેલે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ પટેલને 6.09 ટકા મતથી હરાવીને ચૂંટણી જીતી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર
જયારે વર્ષ 2007માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર બી.એસ. પટેલને 12,266 મતથી હરાવીને બેઠક જીતી હતી. જો કે આ બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ સતત બે વારથી વધુ ચૂંટણી જીતી શકયા નથી. એટલે કે મતદારોએ આ બેઠક પર કોઈ એક પક્ષને હાવી થવા દીધો નથી.
2017 ચૂંટણીમાં વોટ શેર ઘટ્યો
વિજાપુર વિધાનસભા બેઠક પર 36 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. વિજાપુરમાં ભાજપના રમણ પેટેલે 1164 મતોથી કોંગ્રેસના નાથાભાઈ પટેલને પરાજય આપ્યો હતો. આ બેઠક પર 2012માં કોંગ્રેસના પ્રહલાદ પટેલ જીત્યા હતા. 2002 અને 2007માં આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. પાટીદાર આંદોલનના મુખ્ય કેન્દ્રો પૈકીના એક આ વિસ્તારમાં ગત ચૂંટણીમાં ભાજપને નુક્શાન સહન કરવું પડ્યું છે. જીત છતાં વોટશેરમાં ઘટાડો આવ્યો છે.
વિજાપુર બેઠક પર પાટીદાર પાવર
મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભાના જાતીય ગણિત પર નજર કરીએ તો મતદારોમાં પાટીદાર 37.7 ટકા, ઠાકોર 16.2 ટકા, ક્ષત્રિય 11.6 ટકા, દલિત 11.5 ટકા, ઓબીસી 13.8 ટકા, બ્રાહ્મણ 4.0 ટકા જેટલાં છે. આ બેઠક પર 70 હજાર પાટીદાર મતદારો છે. જેના લીધે આ બેઠક પર મહેસાણા જીલ્લાની અન્ય બેઠકોની જેમ રસાકસી જોવા મળશે.
આ ઉપરાંત મહેસાણા જીલ્લાની વિજાપુર બેઠક રાજકીય રીતે પણ એટલી જ મહત્વની બેઠક માનવામાં આવે છે. તેવા સમયે આગામી ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન બાદ ઉભી થયેલી સ્થિતિની અસર હાલ પણ આ બેઠકના પરિણામમાં પડશે કે કેમ તે જોવાનું છે. જો કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો હોવાથી હવે સમીકરણો બદલાઈ શકે છે એવી અટકળો પણ તેજ બની છે.
વિજાપુર બેઠક વિધાનસભા ચૂંટણી પરિણામ
વર્ષ
વિજેતા ઉમેદવારોના નામ
પક્ષ
1962
ગંગારામ રાવલ
INC
1967
ગંગારામ રાવલ
INC
1972
ગંગારામ રાવલ
INC
1975
પટેલ અમૃતભાઈ
IND
1980
પટેલ અમૃતભાઈ
BJP
1985
નરેશકુમાર રાવલ
INC
1990
નરેશકુમાર રાવલ
INC
1995
પટેલ અમૃતભાઈ
BJP
1998
નરેશકુમાર રાવલ
INC
2002
પટેલ કાંતિભાઈ
BJP
2007
પટેલ કાંતિભાઈ
BJP
2012
પટેલ પ્રહલાદભાઇ
INC
2017
પટેલ રમણભાઈ
BJP
પાણી, રોજગાર મહત્વનો મુદ્દો
વિજાપુર બેઠક પર મુખ્ય સમસ્યા પાણીની સમસ્યા છે. અગાઉ વિજાપુર અને માણસા વચ્ચેના 24 ગામોમાં પહેલા 600 ફુટે પાણી આવતું હતું, પણ હવે 1200 ફુટ ઉંડા બોર કરવા પડે છે. ખેડૂતોને ખેતી છોડવા ફરજ પડી રહી છે. જો કે ખેતી છોડીને અન્ય નોકરીઓ કરવા માટે પણ સામે નોકરીઓ નથી. જેના કારણે ખેડૂત વર્ગને હાલાકી ભોગવવી પડે છે.
બીજી તરફ ખેતપેદાશોના ભાવ સ્થિર નથી માટે ખેડૂતોમાં સરકાર સામે રોષ પ્રવર્તી રહ્યો છે. આ સાથે જ 10 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી કેનાલનુ કામ પણ આજદિન સુધી પૂર્ણ થયું નથી તો કેટલીક જગ્યાએ કેનાલોના કામ તો પૂરા થઈ ગયા છે, પણ ત્યા પાણી જ આવતુ નથી. જેના કારણે પાણીની તંગીનો સામનો કરવો પડે છે. સાથે જ પાણી સિવાય વિજળીની સમસ્યાને કારણે પણ લોકો અને ખાસ કરીને ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.
આ બેઠકો ભાજપ માટે સરળ
ભાજપનો ગઢ કહેવાતા મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર લોકોની નારાજગીનો ભોગ બનવું પડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો એ સમયે કોંગ્રેસનું જ પલ્લું ભારે થયું હતું. જોકે ગત ચૂંટણીમાં ભાજપના રમણભાઇ પટેલનો વિજય થયો છે. રાજકીય નેતાઓનું માનીએ તો જિલ્લામાં મહેસાણા ઊંઝા, વિસનગર અને વિજાપુર બેઠક પાટીદારનો ગઢ હોવાની સાથે ભાજપ માટે સરળ માનવામાં આવે છે.
13 ચૂંટણીમાં 8 ધારાસભ્યો
વિજાપુર બેઠક પર પક્ષ કરતાં વ્યક્તિ વિશેષનો સીન જોવા મળી રહ્યો છે. અહીંના મતદારોની કેટલીક બાબતો ઉડીને આંખે વળગે એવી છે. આ બેઠકના મતદારો સમયાંતરે બીજા પક્ષને તક આપી રહ્યા છે. સાથોસાથ અહીં વિધાનસભા બેઠક પર 13 ચૂંટણી યોજાઇ છે પરંતુ ધારાસભ્યો આઠ જ મળ્યા છે.
જેમાં કોંગ્રેસના ગંગારામ રાવલ 1962થી 1972, પટેલ અમૃતભાઇ 1975, 1980 અને 1995 માં વિજયી બન્યા હતા. નરેશ રાવલ 1985, 1990 અને 1998, પટેલ કાંતિભાઇ 2002 અને 2007, પ્રહલાદભાઇ પટેલ 2012 અને ભાજપના રમણભાઇ પટેલ 2017 માં વિજયી બન્યા છે. હવે જોવાનું એ છે કે, આગામી ચૂંટણીમાં મતદારો કેવો ટ્રેન્ડ બતાવે છે.