વરેઠાના ખેડૂત પ્રાકૃતિક ખેતી આધારીત ખેતી કરે છે. તેઓએ પ્રાકૃતિક ઢબે વરિયાળીની ખેતી કરી સારી આવક મેળવી છે. ચાલુ વર્ષે તેઓએ ખુલ્લા બજારમાં 2 લાખથી વધુની આવક મેળવી છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના વરેઠાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. વરેઠાના ખેડૂત વરિયાળીની પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીથી મેળવે છે વરિયાળીમાં સારી આવક
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના ખેડૂત રમેશભાઈ પ્રજાપતિ પ્રાકૃતિક ખેતી થકી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
રમેશ ભાઈ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ઢબે ખેતી કરે છે , જેમાં તેઓ રોકડીયા પાક પણ ઉગાડે છે. રોકડીયા પાક માં ખાસ કરીને બાજરી , જુવાર, વરિયાળી, ઘઉં જેવા પાકોનું વાવેતર કરે છે.
15 વર્ષ હીરા બજારમાં માં હીરા ઘસતા
રમેશભાઈ અગાઉ સુરતના હીરા બજારમાં હીરા ઘસતા હતા. પરંતુ અમુક સંજોગોના કારણે ત્યાંથી નોકરી છોડીને વતન પરત ફર્યા હતા અને ખેતીમાં ઝંપલાવ્યું હતું. ખેતીમાં પ્રાકૃતિક ખેતી થકી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે.હાલ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.તેઓ પાસે હાલ કુલ 8 ગાય ભેંસ છે.
આ વર્ષે 2 વીઘામાં વરિયાળીનો પાક ઉગાડયો
રમેશભાઇએ જણાવ્યું હતું કે આ વર્ષે તેઓએ 2 વિઘા જમીનમાં વરિયાળીના પાકની ગાય આધારિત પ્રાકૃતિક વરિયાળીની ખેતી કરી છે. જેમાંથી અત્યાર સુધીમાં તેઓએ 2 લાખથી વધુની કમાણી કરી ચૂક્યા છે.તેઓને વરિયાળી પાકના મણના 3000થી 4000 રૂપિયા મળ્યા છે.આગામી સમયમાં પણ તેઓના ખેતરમાં રહેલા પાકનો સારો ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.