Home /News /mehsana /Mehsana: વીજળીનાં કડાકા સાથે ભારે પવન ફૂંકાયો, અનેક વિસ્તારોમાં વરસાદ

Mehsana: વીજળીનાં કડાકા સાથે ભારે પવન ફૂંકાયો, અનેક વિસ્તારોમાં વરસાદ

X
મહેસાણા

મહેસાણા જિલ્લા માં કમોસમી વરસાદ.

મહેસાણા જિલ્લામાં મહેસાણા, કડી, વિસનગર, વડનગર, ખેરાલુ, બહુચરાજી તેમજ પાટણ જિલ્લામાં હારિજ, રાધનપુર, પાટણ પંથકનાં ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

Rinku Thakor, Mehsana: મહેસાણામાં સોમવારે સાંજે વીજળીનાં કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. મહેસાણા વિસ્તાર હળવાથી ભારે ઝાંપટા પડ્યાં હતાં. વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.

જ્યારે કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે અને મહત્તમ અને લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી છે.

મહેસાણા જિલ્લાનાં ગામડામાં વરસાદ પડ્યો

સોમવારે સાંજે ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદી ઝાપટાં પવન સાથે પડ્યાં હતાં. મહેસાણા જિલ્લામાં મહેસાણા, કડી,વિસનગર, વડનગર, ખેરાલુ, બહુચરાજી તેમજ પાટણ જિલ્લામાં હારિજ, રાધનપુર, પાટણ પંથકનાં ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.



એરંડાનાં પાકને નુકસાન થવાની ભીતી

કમોસમી વરસાદનાં પગલે એરંડાનાં ઉભા પાકને નુકસાન થવાની શકયતા દેખાઇ રહી છે. તેમજ ખેતીનાં અન્ય પાકને પણ નુકસાન થવાની સંભાવનાં છે. કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
First published:

Tags: Due to rain, Heavy rain fall, Local 18, Mahesana