મહેસાણા: 21 વર્ષીય યુવક સાથે ત્રણ યુવકોએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મહેસાણા: 21 વર્ષીય યુવક સાથે ત્રણ યુવકોએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)
Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ખાતે ચાર વર્ષ પહેલા એક કિશોર પર સૃષ્ટી વિરુદ્ધનો બનાવ બન્યો હતો. જેમાં ક્રિકેટ રમી રહેલા 13 વર્ષના કિશોર પર તેના જ વિસ્તારના ત્રણ મિત્રોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
મહેસાણા: મહેસાણા શહેર (Mehsana News)માં ખૂબ જ ધૃણાસ્પદ બનાવ બન્યો છે. અહીં એક 21 વર્ષના અસ્થિર મગજના યુવક સાથે ત્રણ શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હાહાકાર મચી ગયો છે. ઊંઝાના હાજીપુરથી ભવાનીપુરા નજીક કેનાલમાં આ ઘટના બની છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ (Police complaint) નોંધી છે. ત્રણેય શખ્સોએ આ જધન્ય કૃત્યનો વીડિયો (Video) પણ પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો.
કેનાલમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મળતી માહિતી પ્રમાણે અસ્થિર મગજનો એક યુવક ફરતો ફરતો કેનાલ પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન ત્રણ યુવક પહોંચ્યા હતા અને અસ્થિર મગજના યુવકને કેનાલની અંદર લઈ ગયા હતા. જે બાદમાં ત્રણેય યુવકોએ વારાફરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ દરમિયાન ત્રણેય શખ્સોએ વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અમરત દેવીપૂજક, સંજય દેવીપૂજક અને પીન્ટુ દેવીપૂજક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ત્રણેય શખ્સોએ એકબીજાની મદદથી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
બનાવ-2: ચાર વર્ષ પહેલા બન્યો હતો આવો જ બનાવ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ખાતે ચાર વર્ષ પહેલા એક કિશોર પર સૃષ્ટી વિરુદ્ધનો બનાવ બન્યો હતો. જેમાં ક્રિકેટ રમી રહેલા 13 વર્ષના કિશોર પર તેના જ વિસ્તારના ત્રણ મિત્રોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ મામલે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
પીડિત સગીર જે તે વખતે ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. આ કેસમાં આરોપીઓમાં એક યુવક અને બે સગીર સામેલ હતા. પીડિત યુવક વેકેશન દરમિયાન ક્રિકેટ રમવા માટે ગયો હતો ત્યારે ત્રણેય લોકો તેને નવા બની રહેલા મકાનમાં ઉપાડી ગયા હતા અને તેના પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
બનાવ-3: પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ
આજથી બે વર્ષ પહેલા મહેસાણામાં એક પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પરિણીતએ આક્ષેપ કર્યો હતો કે તેનો પતિ જાતિય શક્તિ વધરાવાની ગોળી ખવડાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. આ મામલે મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મહિલાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ જાતિય શક્તિ વધારવાની ગોળી લેતો હતો અને તેણીને પણ ગોળી લેવા ફરજ પાડતો હતો. આ ઉપરાંત પતિ તેની પત્નીને બીભત્સ વીડિયો પણ બતાવતો હતો. આ દરમિયાન મહિલાને ગુપ્તભાગે ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું, જેના પગલે સારવાર લેવાની ફરજ પડી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર