કેતન પટેલ, મહેસાણા : ઊંઝાના એક વેપારી સાથે હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક યુવતી સહિત સાત લોકોએ કાવતરૂ રચી એક વેપારીને યુવતીની માયાઝાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લીધા છે. આ મામલે વેપારીએ પોલીસનો સંપર્ક સાધતા પોલીસ અને એસઓજીની ટીમે હનિટ્રેપમાં સંકળાયેલા લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝાના એક વેપારી થોડા સમય પહેલા એક ડિમ્પલ પટેલ નામની યુવતી સાથે ફોન પર સંપર્કમાં આવ્યા હતા. યુવતીએ પોતાની મીઠીમાઠી વાતોમાં વેપારીને ફસાવી દીધા, ત્યારબાદ યુવતી અને તેના સાગરીતો દ્વારા બ્લેકમેલીંગ શરૂ કરવામાં આવ્યું. વેપારીને બ્લેકમેલરોએ બળાત્કારના ગુનામાં તેમજ અબોશન કરાવવાના કેસમાં ફસાવવાની ધમકી આપી, રૂપિયા 58.50 લાખ ખંખેરી લીધા. આ મામલે વેપારી દ્વારા પરિયાદ આપતા ટેક્નિકલ સર્વેલન્સની ટીમ અને બાતમીદારોની મદદથી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
કોણ કોણ છે આરોપી?
ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને રાજસ્થાન, ઊંઝા, તથા બનાસકાંઠા એમ અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં (1) પટેલ મૌલીકકુમાર અશોકભાઇ રહે.ઉઝા ગણપતી મંદિર નજીક તા-ઉઝા (2) ઠાકોર નટવરજી ઉર્ફે નટુજી બાબુજી રહે-ઉઝા રામાપીર મંદિર ની સામે (3)પટેલ સુજીતકુમાર ઇશ્વરભાઇ રહે.શ્રી.કુષ્ણ સોસાયટી ઐઠોર ચોકડી નજીક ઉઝા (4)ચૌધરી મહાદેવભાઇ ઉર્ફે દિનેશભાઇ માનસંગભાઇ રહે.પ્રતાપગઢ તા-ઉઝા (5) પટેલ અંકીતકુમાર વિષ્ણુભાઇ રહે-બીજ રામનગર રેસીડન્સી જુના રામપુરા ઉઝા (6) પટેલ સન્નીકુમાર વિષ્ણુભાઇ રહે.બી/૪ રામનગર રેસીડન્સી જુના રામપુરા ઉઝા (7) પટેલ ડીમ્પલબેન વિપુલભાઇ રહે-ઉપેરા તા-ઉઝા.
ઝડપી પાડવામાં આવેલા આરોપીઓએ ભેગા મળી ગુન્હાહીત કાવતરું રચી ફરીયાદી પાસેથી પૈસા મેળવવા સારૂ આ ડીમ્પલ નામની છોકરી પાસે ફોન કરાવી વાતોચીતો કરાવી ફરીયાદીને બળાત્કારના ગુન્હામાં તેમજ ઓબેશન કરવાના કેસ માં ફસાવી દેવાની ધમકીઓ આપી સમાજમાં બદનામ કરવાનું કહી દબાણ આપી બળજબરી થી ફરીયાદી પાસેથી પૈસા પડાવી અલગ અલગ માણસોએ અલગ અલગ જગ્યાઓએ માર્ચ ૨૦૨૧ થી દશેક દિવસ અગાઉ સુધીના સમય ગાળા દરમ્યાન રૂ.૫૮,૫૦,૦૦૦/- કઢાવી લીધેલ છે, જે માહીતી આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ આરોપીઓને પકડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન તથા ઉઝા તથા બનાસકાઠા હકિકત વાળી જગ્યાએથી સદર ગુનાના આરોપીઓને ઝડપી પાડી તેમજ તા.૦૩/૦૮૨૦૨૧ ના હસ્તગત કરી, આગળની ઘટતી કાર્યવાહી સારૂ ઉંઝા પો.સ્ટે.સોપવામાં આવેલ છે.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
જો આરોપીઓના ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો, આ લોકો ભેગા થઈ આ પ્રકારે અન્ય લોકોને પણ અગાઉ હનીટ્રેપમાં ફસાવી પૈસા ખંખેર્યા છે. જો તેમના ગુનાઓની વાત કરીએ તો, અગાઉ આ ગેંગે ત્રણ લોકોને હની ટ્રેપમાં ફસાવી ગુના આચરેલ છે. જેમાં (1) સાતેક મહિના પહેલા મહેસાણાથી ઉનાવા વચ્ચે એક મારવાડી ઇસમને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ભયમાં મુકી રૂ.૨.૦૦.૦૦૦/- કઠાવી લીધેલાની કબુલાત કરી છે. (2) છ મહિના અગાઉ ઉઝાંના મોટી ઉમરના કાકાને છોકરીનો નંબર આપી વાતચીત કરાવી છોકરીને વડનગરના ગેસ્ટ હાઉસમાં મોકલી પરત આવતા હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ભયમાં મુકી રૂ.૩.૦૦.૦૦૦/- કઠાવી લીધેલાની કબુલાત કરી છે. (૩) તો ઊંઝા ગામના એક નવ યુવાનને છોકરીનો નંબર આપી વાતચીત કરાવી છોકરીને વીસનગર તરફના ગેસ્ટ હાઉસમાં મોકલી પરત આવતા હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ભયમાં મુકી રૂ.૧૫.00.000/- કઠાવી લીધેલાની કબુલાત કરી છે.