મહેસાણામાં રહેતા બે મિત્રોએ રોલર આઈસક્રીમનો ધંધો શરૂ કર્યો. આઈસ્ક્રીમને યુનિક નામ આપી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રોલર આઈસ્ક્રીમ ખાવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
Rinku Thakor, Mehsana : ઉનાળાની શરુઆત થતાની સાથે જ લોકોમાં ગોલા ,આઈસ્ક્રીમ. ખાવાનું પ્રમાણ વધી જાય છે. મહેસાણામાં ગોલા અને આઈસ્ક્રીમની દુકાનો અને સ્ટોલ તો ઘણા છે. પણ મહેસાણામાં રહેતા બે મિત્રોએ કંઈક યુનિક વિચારીને રોલર રોલર આઈસક્રીમનો ધંધો શરૂ કર્યો છે.
બંને મિત્રોએ મળીને રોલ રોલર આઇસક્રીમને GJ 2 નામ આપ્યું છે જે લોકોમાં ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યું છે. લોકો અહીં આઈસ્ક્રીમ ખાવા લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે.
મહેસાણાના બે મિત્રો જયેશ અને વિપુલ જેમને કંઈક નવું સ્ટાર્ટ અપ કરવાનો વિચાર કર્યો હતો. બંને મિત્રોએ મહેસાણાના બી.કે રોડ પાસે રોલર આઇસક્રીમની શરૂઆત કરી હતી.
આ ધંધો શરૂ કરતા તેઓને સારો પ્રતિસાદ મળતા બંને જણાએ ધંધાને વધુ વેગ મળે તેવા પ્રયત્નો થકી આજે વ્યવસાય કરી રહ્યા છે. અહીં લોકો મોટી સંખ્યામાં આઈસ્ક્રીમની મોજ માણવા આવે છે.
આટલામાં મળે આઈસ્ક્રીમની ડીશ
રોલર આઇસક્રીમ માં રોલરમાં બરફ ભરવામાં આવે છે અને રોલરને ફેરવવામાં આવે છે.
ઉપર ક્રીમ ,અને વિવિધ ફ્રુટ જેવા કે કેળા ,પપૈયું, તડબૂચ,ચીકુ , દ્રાક્ષ , ટેટીને ઘસવામાં આવે છે અને 20 મિનિટ ની અંદર આ આઈસક્રીમ બનીને તૈયાર થઈ જાય છે.
એક રોલર માંથી 25 ડીશ ફ્રૂટ આઈસ્ક્રીમ તૈયાર થાય છે.અહીં આઇસ્ક્રીમની મોટી ડીશ 70 રૂપિયા અને નોર્મલ ડીશ 50 રૂપિયામાં મળે છે.