ટુંડાવ ગામે પાણીનાં જળસંચય માટે ગામના તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઇ.
મહેસાણા જિલ્લાની અંદર જળસંચયના કાર્યો અટલ ભૂજલ યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યા છે. જળસંચય યોજના થકી ખેડૂતોને પાણીના સ્ત્રોતમાં અને ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે.
મહેસાણા: ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે અટલ ભુજલ યોજના અંતર્ગત પાણીનાં જળસંચય માટે ગામના તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે . મહેસાણા જિલ્લાની અંદર જળસંચયના કાર્યો અટલ ભૂજલ યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યા છે.
જળસંચય યોજના થકી ખેડૂતોને પાણીના સ્ત્રોતમાં અને ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે, જેને લઈને જળ સંચય યોજનાનો શુભારંભ ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે શરૂ કરવામાં આવ્યો હતો.
મહેસાણાનાં ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે સંસ્થાના સહયોગથી જળસંચય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સસ્થા અને સરકાર વચ્ચે જળસંચય યોજનાના એમઓયુ કરવામાં આવે છે. જેમાં ખાસ રેશિયો અપનાવવામાં આવે છે, અને સંસ્થાના જેસીબી મશીન તેમાં ડ્રાઇવર દ્વારા સરકાર સાથે રહી અને જળસંચય યોજનાને સફળ બનાવવામાં આવે છે.
ટુંડાવ ગામે જળસંચય અટલ ભૂજળ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા. ચેક ડેમમાં રહેલા માટી અને કાપ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજારો ટન માટી બહાર કાઢવાની કામગીરી ટુંડાવ ગામે શરૂ કરવામાં આવી છે.
આ કાર્યમાં ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે જમીનમાં વધારાનું વરસાદી પાણી ઉતરે એ માટે 600 ફૂટનું પાણી રિચાર્જ ટ્યુબ વેલ બનાવવામાં આવ્યો છે,જેમાં સરકારની અટલ ભુજલ યોજના અંતર્ગત પાણીનાં જળસંચય માટે ગામના તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે .