Home /News /mehsana /મહેસાણાની પોલીસકર્મીને સસ્પેન્ડ કરનારા DySP મંજીતાનો Tiktok વીડિયો વાયરલ!

મહેસાણાની પોલીસકર્મીને સસ્પેન્ડ કરનારા DySP મંજીતાનો Tiktok વીડિયો વાયરલ!

મંજીતા વણઝારા

મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ અલ્પિતાને ફરજમુક્ત કરીને તેની સામે તપાસના આદેશ કર્યા હતા.

છેલ્લા બે દિવસથી પોલીસકર્મીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બે દિવસ પહેલા મહેસાણામાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરીનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જે બાદમાં પોલીસકર્મીઓના વીડિયો સામે આવી રહ્યા છે. હવે આ કડીમાં મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ પહેલા વાયરલ થયેલા વીડિયોના કેસમાં પોલીસકર્મીઓ વર્દીમાં કે પછી પોલીસ સ્ટેશનમાં હોવાનું સામે આવ્યું હતું, જ્યારે મંજીતા વણઝારા વર્દીમાં નથી.

મંજીતાએ અલ્પિતાને સસ્પેન્ડ કરી હતી

ઉલ્લેખનીય છે કે અલ્પિતાનો વીડિયો વાયરલ થયા બાદ મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ તેને ફરજમુક્ત કરીને તેની સામે તપાસના આદેશ કર્યા હતા. અલ્પિતા ચૌધરી સામે શિસ્તભંગના પગલાં લેતા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. અલ્પિતા બાદ અમદાવાદની એક મહિલા હેડ કોન્સ્ટેબલ, એક પોલીસકર્મી અને વડોદરા ક્રાઇમ બ્રાંચના પીએસઆઈનો ટિકટોક વીડિયો પણ સામે આવ્યો હતો. આ તમામ સામે શિસ્તભંગ બદલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોવડોદરા ક્રાઇમ બ્રાંચના PSI અરુણ મિશ્રાનો વર્દીમાં ટિકટોક વીડિયો વાયરલ, તપાસના આદેશ

અત્યાર સુધી જે પોલીસકર્મીઓના ટિકટોક વીડિયો વાયરલ થયા છે તેમાં મોટાભાગના કર્મીઓ કોન્સ્ટેબલ કે પછી પીએસઆઈ કક્ષાના છે. હવે ડીવાયએસપી કક્ષાના અધિકારીનો વીડિયો વાયરલ થયો છે ત્યારે તેની સામે કોણ અને શું પગલાં લેવાશે તે ચર્ચાનો વિષય બન્યો છે. શક્ય છે કે મંજીતા વણઝારાના કેસમાં તેઓ સાદા કપડાંમાં હોવાથી તેમજ જે જગ્યાએ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે તે પોલીસ સ્ટેશન કે સરકારી જગ્યા ન હોવાથી તેઓ પોતાનો બચાવ કરી શકશે.

આ મામલે એક મીડિયા સાથે વાતચીત કરતા મંજીતાએ કહ્યું હતું કે, "પોલીસકર્મીઓનું પણ અંગત જીવન હોઈ છે. આ વીડિયો મારા ઘરે શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં હું પોલીસ વર્દીમાં નથી."

પંજાબી ગીત પર એક્ટિંગ

મંજિતા વણઝારાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ એક પંજાબી ગીત પર એક્ટિંગ કરી રહ્યા છે. આ ગીતના શબ્દો છે, "જે આજ તુ ગાડીયા ચ ફીરદી એ, હવા વીચ ઉદતા ઈ મેરા પ્લેન."
First published:

Tags: Gujarat police, TikTok video