Home /News /mehsana /Tiktok Star Alpita chaudhary ફરી વિવાદમાં, બહુચરાજી મંદિરમાં યુનિફોર્મમાં બનાવેલો video Viral

Tiktok Star Alpita chaudhary ફરી વિવાદમાં, બહુચરાજી મંદિરમાં યુનિફોર્મમાં બનાવેલો video Viral

અલ્પિતા ચૌધરી.

Alpita chaudhary Viral Video: બહુચરાજી મંદિરમાં ફરજ દરમિયાન બનાવેલી reel Viral થઈ જતા વિવાદ, અગાઉ ગણવેશમાં વીડિયો બનાવવાના કારણે થઈ હતી સસ્પેન્ડ

કેતન પટેલ, મહેસાણા : Tiktok સ્ટાર તરીકે જાણીતી થયેલી પોલીસકર્મી (Police) અલ્પીતા ચૌધરી (Alpita Chaudhary) ફરી વિવાદમાં આવી છે. પોલીસના યુનિફોર્મમાં અલ્પિતાએ રીલ્સ (Alpita Chaudhary Reels) બનાવી. એટલું જ નહીં આ રીલ તેણે ચાલુ ફરજે બહુચરાજી મંદિરમાં (Bahucharaji Temple) બનાવી હોવાની વાત છે. અલ્પિતા ચૌધરીનો આ વીડિયો વાયરલ (Alpita chaudhary viral Video) થઈ જતા તે ફરી વિવાદમાં આવી છે. અગાઉ આવા વિવાદોના કારણે અલ્પિતા ચૌધરીને પોલીસ વિભાગે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

અલ્પિતા ચૌધરીનો વિવાદ સાથે જૂનો નાતો છે. જોકે આ વિવાદ તેને મોટી ઓળખ પણ અપાવી છે. અગાઉ એલઆરડી અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેણી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેણે પોલીસ સ્ટેશનમાં બેસીને ટિકટોક વીડિયો બનાવ્યા હતા. આ માટે તેણીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. વર્ષ 2016માં આરએલડીમાં ભરતી થયેલી અર્પિતા ચૌધરીને 2018માં મહેસાણામાં પોસ્ટિંગ મળી હતી. અલ્પિતા સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા બાદ તેને અનેક ઓફરો મળી હતી. જે બાદમાં તેણી અનેક આલ્બમ અને ગીતમાં પણ નજરે પડી હતી.

આ પણ વાંચો :  મોડી રાત્રે પતિએ પત્નીને સેક્સ કરવા કહ્યું, પત્નીએ ના પાડી તો પતિએ કર્યુ ન કરવાનું કામ

સસ્પેન્શનમાંથી પરત આવ્યા બાદ ફરી એ જ ભૂલ કરી

ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીને અનેક લોકો ફોલો કરવા લાગ્યા છે. તેની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ હજારો લાઇક્સ હોય છે ત્યારે તેણે પોતાની ભૂતકાળની ભૂલને ફરી વગોવી છે. અગાઉ જ્યારે આ વિવાદ છંછેડાયો ત્યારે તત્કાલીન પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ ગણેશવેશમાં કોઈ પણ અધિકારી આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં. દરમિયાન ફરીવાર અલ્પિતા ચૌધરીની રીલ વાયરલ થઈ છે ત્યારે આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ શું પગલા ભરે છે તે જોવું રહ્યું



આ પણ વાંચો :  ડીસા : પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીએ કર્યો આપઘાત! વિદ્યાર્થીઓનો કોલેજ પર ટોર્ચર કરવાનો આક્ષેપ

'ડિપાર્ટમેન્ટે મારા માટે જે પગલું લીધું તે સારું જ છે'

અગાઉ ગણવેશમાં પોલીસ મથકની અંદર રીલ બનાવવા માટે સસ્પેન્ડ થયેલી અલ્પિતાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે મારા માટે જે નિર્ણય લીધો તે સારો જ લીધો છે. હું આમાંથી શીખી છું અને ભવિષ્યમાં આ બાબતનું પૂનરાવર્તન ન થાય તેની કાળજી રાખીશ. જોકે, પોલીસ ગણેવશના નિયમો કડક હોય છે ત્યારે આ પ્રકારના સોશિયલ મીડિયા વર્તનથી પોલીસની શિસ્તને ખોટો સંદેશો મળી શકે
First published:

Tags: Alpita chaudhry, Instagram Reels, Tiktok, વાયરલ વીડિયો