Home /News /mehsana /Mehsana: મિશ્ર ખેતી કરી ખેડૂત મેળવે છે મખલબ ઉત્પાદન, વર્ષે આટલી કમાણી કરે

Mehsana: મિશ્ર ખેતી કરી ખેડૂત મેળવે છે મખલબ ઉત્પાદન, વર્ષે આટલી કમાણી કરે

X
મિશ્ર

મિશ્ર ખેતી થકી આ ખેડૂત મેળવે છે સારી આવક .

વિસનગર તાલુકાના કુવાસન ગામના ખેડૂત ગીરીશભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલા છે. તેઓ ગાય આધારિત જીરો બજેટ ખેતી કરે છે. આ વર્ષે તેઓએ મિશ્ર ખેતી કરી છે, જેમાં વરિયાળી, રજકો, સૂર્યમુખી, અને ઘઉંનું વાવેતર કર્યું છે.

Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો હવે પ્રગતિશીલ બની રહ્યા છે અને પ્રગતિશીલ બનીને તેઓ લાખોમાં કમાણી કરી રહ્યા છે. આધુનિક યુગમાં ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે તેમજ  ખેતીમાં  વિવિધ પ્રયોગો કરીને સારી આવક મેળવી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુવાસન ગામના ખેડૂત ગીરીશભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયાં છે. તેઓ ગાય આધારિત જીરો બજેટ ખેતી કરે છે. આ વર્ષે તેઓએ મિશ્ર ખેતી કરી છે જેમાં વરિયાળી, રજકો, સૂર્યમુખી, અને ઘઉંનું વાવેતર કર્યું છે .



7 વીઘા જમીનમાં મિશ્ર ખેતી

ગીરીશભાઈ 10 પાસ અભ્યાસ કરેલો છે અને એક પ્રાઇવેટ જોબ કરીને ખેતીમાં જોડાઈ ગયા હતા. હાલ પ્રાકૃત્તિક રીતે રોકડીયો પાક ઉગાડી સારી કમાણી કરે છે. તેઓ કુલ 7 વિઘા જમીનમાં મિશ્ર ખેતી કરે છે.



જેમાં 3 વીઘામાં ઘઉં અને સૂર્યમુખીનું વાવેતર કર્યું છે. અને બીજા 4 વીધામાં વરિયાળી અને રજકાનું વાવેતર કર્યું છે .આ ખેતીથી તેમને 100 મણ ઘઉં તેમજ સૂર્યમુખીના બીજમાં સારું ઉત્પાદન મેળવ્યું છે.



જેની હાલ બજાર કિંમત 1000 રૂપે મણ છે. જ્યારે આગામી સમયમાં રજકાનું 10થી 15 મણના ઉત્પાદનનો અંદાજો લગાવી રહ્યા છે.



ગઈ સીઝનમાં કર્યું હતું હજારી ગલ ફૂલનું વાવેતર

વરિયાળીની સીઝન પહેલા તેમને પીળા હજારીગલનું વાવેતર કર્યું હતું જેમાં  તેમણે અંદાજે 50,000નાં હજારીગલ વેચ્યા હતા. જેમાંથી તેઓએ સારી આવક પણ મેળવી હતી.





કર્યો છે એપિકલ્ચર નો પ્રયોગ

ગીરીશભાઈએ પોતાના વરિયાળીના પાક માટે 3 પેટી મધમાખી લાવી પોતાના ખેતરમાં પોલીનેશન વધાર્યું હતું.



આ પદ્ધતિથી તેઓના પાકમાં સારું ઉત્પાદન થઈ રહ્યું છે. પાકની ગુણવત્તામાં પણ વધારો થયો છે.
First published:

Tags: Gujarat farmer, Local 18, Mahesana, Organic farming

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો