Home /News /mehsana /મહેસાણા : Ecoમાંથી 2 લાખની ચોરીનો Live Video, કાર આવી રીતે રેઢી મૂકતા પહેલાં ચેતજો!

મહેસાણા : Ecoમાંથી 2 લાખની ચોરીનો Live Video, કાર આવી રીતે રેઢી મૂકતા પહેલાં ચેતજો!

મહેસામામાં કારમાંથી ચોરીની ઘટના, વીડિયોમાં તસ્કર કેદ

મહેસાણામાં 21 દિવસ પહેલાં થઈ હતી ચોરી, CCTV મળી જતા પોલીસે નોંધી ફરિયાદ, જુઓ વીડિયોમાં કેવી રીતે ગઠિયો ઉઠાવી ગયો પૈસા ભરેલી બેગ

કેતન પટેલ, મહેસાણા : મહેસાણા (Mahesana) શહેરમાં આજથી માલગોડાઉન રોડ ખાતે 21 દિવસ પહેલાં પાર્ક કરેલી મારૂતિ ઈકો (Maruti Eco) કારમાંથી રોકડ ભરેલી બેગની (Theft of Cash) ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આજે 21 દિવસ બાદ વેપારીને સીસીટીવી વીડિયો મળી આવતા ફરિયાદ નોંધાઈ છે. જોકે, ચોરીની આ ઘટના નજીકના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે આ વીડિયો પરથી ચેતી જવા જેવું છે. ઘટના અંગે આજે મહેસાણામાં બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતો એવી છે કે મહેસાણાના વેપારી દિપક હિરવાની ગત 3મેના રોજ સવારે પોતાના ઘરેથી એક બેગમાં રૂપિયા 2 લાખ રોકડ લઈને અને બેંકમાં જમા કરાવવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં તેઓ સવારે બેંક ખુલી ન હોવાથી આગળનો દરવાજો લૉક કર્યા વગર લોગાડાઉન રોડ પર આવેલી મહાકાલી ટ્રેડર્સમાં માલ ખરીદવા માટે ઉભા રહ્યા હતા. દરમિયાનમાં 10 મિનિટમાં જ આ ખેલ ખેલાઈ ગયો હતો.

આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

આ પણ વાંચો : સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચો : આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

તેઓ દુકાનમાંથી ખરીદી કરીને પરત આવ્યા ત્યારે તેમનું ધ્યાન બેગ પર પડ્યું નહોતું. દરમિયાનમાં વેપારીને એવું હતું કે તેઓ બેગ ઘરે ભૂલી ગયા છે આથી તેઓ બપોરે 3.00 વાગ્યાના સુમારે ઘરે બેગ તપાસ માટે ગયા હતા. જોકે, અંતે બેગ ન મળતા તેમણે ગત 06 મેના રોજ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ કરવા ગયા હતા.



દરમિયાનમાં તેમણે પોતાની બેગ અંગે શોધખોળ શરૂ કરી હતી. જોકે, લૉકડાઉનના કારણે સીસીટીવી વીડિયોની વ્યવસ્થા થઈ શકી નહોતી ત્યારે આજે તેઓ લગોડાઉન ખાતે જઈને સીસીટીવી ટેક કરતા એમ.આર. ટ્રેડર્સ દુકાનના સીસીટીવી ફૂટેજમાં એક છોકરો ઈકો કારનો દરવાજો ખોલી અને બેગ લઈને જતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

દરમિયાન આજે આ ફૂટેજ મળી જતા વેપારીઓ પોલીસને ફરિયાદ આપી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ આ સામાન્ય જણાતી ઘટના અનેક વેપારીઓ માટે લાલબત્તી સમાન છે.આવી રીતે વેપારીઓ લાખો રૂપિયાની રકમ ગુમાવી ચુક્યા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચુકી છે.
First published:

Tags: Mahesana, North gujarat News, Viral videos