Home /News /mehsana /મહેસાણા : ખાડા અને કાદવ કીચડના કારણે વાહનચાલકો થયાં હેરાન પરેશાન

મહેસાણા : ખાડા અને કાદવ કીચડના કારણે વાહનચાલકો થયાં હેરાન પરેશાન

ગટર લાઈન માટે ખોદાયેલા ખાડા ન પૂરાતાં જોવા મળી વધુ તકલીફ, અકસ્માત નો ભય

Mehsana News : મોઢેરા ચોકડી પર સર્વિસ રોડ પર ખાડા અને કાદવ કીચડ ના કારણે ટ્રાફિક ની સમસ્યા ઉભી થઇ

મહેસાણા (Mahesana Rains)  શહેર માં 4 દિવસ ભારે વરસાદ પડ્યો. 27 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ (Waterflooding)  ગયા હતા અને એના કારણે મહેસાણા શહેર માં મોઢેરા ચોકડીના સર્વિસ રોડ પર ખાડા અને કાદવ- કીચડ થઈ (Service Road Dameged in Mehsana Modehra Chowkdi)  ગયો છે જેનાથી વાહનચાલકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કાદવ કીચડ અને ખાડાની મુશ્કેલીની સાથે સાથે ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થાય છે. મોઢેરા ચોકડી પર અન્ડરબ્રિજ બનતા મેઈન હાઇવે બંધ કરવામાં આવ્યો છે અને સર્વિસ રોડ ચાલુ કરવામાં આવ્યો છે.

અમદાવાદ પાલનપુર મેઈન હાઈવે બંધ થવાથી બંને બાજુ ના સર્વિસ રોડ પર વરસાદ નું પાણી ભરાતા રોડ પર કાદવ કીચડ અને ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી માં મુકાયા છે. અને આવવા જવામાં તકલીફ ઊભી થાય છે.

મહેસાણા શહેર માં મોઢેરા ચોકડી પર અમદાવાદ પાલનપુર હાઈવે પર અંડરબ્રિજ ની કામગીરી છેલ્લા 8 મહિના થી ચાલી રહી છે. સર્વિસ રોડ ની બંને બાજુ એ ગટર લાઈન માટે કુંડીઓ બનાવવાં માટે મોટા ખાડા ખોદવામાં આવ્યાં છે. ગટર લાઈન માટે ખોદાયેલા ખાડા ન પૂરાતાં વધુ તકલીફ જોવા મળી રહી છે. જે સમયસર ન પુરાતાં અકસ્માત નો પણ ભય રહે છે. વાહનચાલકો ના વાહનો ફસાઈ જતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. અને એવાં માં ટ્રાફિક ની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઇ રહી છે.

મોઢેરા ચોકડી પર અન્ડરબ્રિજ બની રહી રહ્યો છે એના માટે શહેરીજનો ખુશ છે કે  ધીરે ધીરે મહેસાણા શહેર નો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ બીજી બાજું જોવા જતાં કાદવ કીચડ અને ખાડા ના કારણે લોકો ને આવવા જવા માં મુશ્કેલી પડી રહી છે.
First published:

Tags: ગુજરાતી સમાચાર, મહેસાણા, રસ્તા, વરસાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો