પર્પઝ ઓફ લિવિંગ વેલફેર ફાઉન્ડેશન જરૂરિયાતમંદ ગરીબ બાળકો ને મદદ કરે છે
Mehsana News : પર્પઝ ઓફ લિવિંગ વેલફેર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા મ્યુઝિકલ પ્રોગ્રામ કરીને એમાંથી આવતી આવક ગરીબ વિદ્યાર્થીઓ માટે એમના અભ્યાસમાં ફાળવવામાં આવે છે, અત્યાર સુધી 5000 જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરી
મહેસાણા : મહેસાણામાં પર્પઝ ઓફ લિવિંગ વેલફેર ફાઉન્ડેશન (Purpose of living welfare foundation)નામનું ગ્રુપ છે. જેમાં 60 જેટલા સભ્યો છે. જે જરૂરિયાતમંદ ગરીબ બાળકો (Needy poor child) ને મદદ કરે છે. પાંચ વર્ષ થી આ ગ્રુપ છે અને મ્યુઝિકલ પ્રોગ્રામ (Musical program)કરે છે અને એમાંથી થતી આવક ગરીબ વિદ્યાર્થીઓ (Poor students)પાછળ ખર્ચે છે. ધ રાઇઝિંગ બેન્ડ (The Rising band) ગ્રુપ મ્યુઝિકલ પ્રોગ્રામ કરવા ગમે ત્યાં પહોંચી જાય છે. જેમ કે, મેકડોનલ્ડસ, ડોમીનોઝ, સેવન સ્પાઈસ હોટલ એવી ઘણી જગ્યાઓએ લાઈવ મ્યુઝિકલ પ્રોગ્રામ (Live musical program) કરીને એમાંથી આવતી આવક ગરીબ વિદ્યાર્થીઓ માટે એમના અભ્યાસ માં ફાળવી દેવામાં આવે છે. કોવિડ ની મહામારી વખતે આ ગ્રુપ એ 250 થી વધારે અનાજ ની કિટ નું ડિસ્ટ્રીબ્યુશન (Cereals Kit distribution) કર્યું હતું. આ ગ્રુપ એ અત્યાર સુધી 22 જેટલા છોકરાઓને દત્તક (Child adopted) લીધાં છે અને એમનો તમામ ખર્ચો આ ગ્રુપ ઉઠાવે છે. ગરીબ બાળકોને સારું અને સરખું ભણતર મળી રહે તે માટે તેમને યુનિફોર્મ, સ્ટેશનરી, સ્કૂલબેગ આપીને તેમની સહાય કરે છે. તેની સાથે સાથે જેટલા વિદ્યાર્થીઓ ની અત્યાર સુધી મદદ કરી છે એ વિદ્યાર્થીઓને સરખું માર્ગદર્શન મળી રહે છે કે નહીં તે માટે સરકારી શાળાઓ માં જઈને ફોલો અપ (follow up) પણ લે છે. આ ગ્રુપ એ અત્યાર સુધી 5000 જેટલા ગરીબ બાળકો ની મદદ કરી છે.