Home /News /mehsana /મહેસાણા: પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી કૌટુંબિક ભાઈએ સગીરાની હત્યા કરી, હચમચાવી દેતો બનાવ

મહેસાણા: પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી કૌટુંબિક ભાઈએ સગીરાની હત્યા કરી, હચમચાવી દેતો બનાવ

પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી સગીરાની હત્યા (Shutterstock તસવીર)

Mehsana Teenager Murder: મહેન્દ્ર મૃતક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે સગીરાને પરિવારે યુવકને ઠપકો પણ આપ્યો હતો. આ વાતનો ખાર રાખીને યુવકે કિશોરી પર હુમલો કરી દીધો હતો.

  મહેસાણા: સગીરાની હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. આ વખતે બનાવ મહેસાણા ખાતે બન્યો છે. જ્યાં એક યુવકે સગીરાની હત્યા કરી નાખી છે. આ બનાવ મહેસાણાના જોટાણા તાલુકાના એક ગામ ખાતે બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી યુવક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે મહેન્દ્ર રાવળ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી મહેન્દ્ર અમૃત રાવળ સંબંધમાં પીડિત યુવતીનો કૌટુંબિક ભાઈ છે.

  મહેન્દ્ર મૃતક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે સગીરાને પરિવારે યુવકને ઠપકો પણ આપ્યો હતો. આ વાતનો ખાર રાખીને યુવકે કિશોરી પર હુમલો કરી દીધો હતો. કિશોરી પોતાના ઘરે બ્રશ કરી રહી હતી ત્યારે આરોપીએ તેના પર ધારિયાથી હુમલો કરી દીધો હતો. હુમલામાં કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેણીનું મોત થયું હતું. આ મામલે સાંથલ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  રાજ્યમાં એક તરફી પ્રેમમાં હત્યાના અન્ય બનાવ


  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક તરફી પ્રેમીના ત્રાસના બનાવો વધ્યા છે. બેખોફ થઈને ફરતા આવારા તત્ત્વોને પોલીસનો ડર જ લાગતો નથી તે રીતે જાહેરમાં હત્યા કરતા પણ અચકાતા નથી. 10 દિવસ પહેલાં ખેડાના માતરમાં ભરબજાર વચ્ચે સરાજાહેર આધેડે કિશોરીનું ગળું કાપીને હત્યા કરી હતી. તો વલસાડના ઉમરગામ તાલુકાના દહાડ ગામે ત્રણ આરોપીઓએ ભેગા થઈ ટ્યુશન જતી કિશોરીને પતાવી દીધી હતી.

  ઉમરગામના દહાડમાં કિશોરીની હત્યા કરાઈ


  25 ઓગસ્ટે ઉમરગામના દહાડ ગામે એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી ત્યારે ત્રણ યુવકે તેને ઘેરી લીધી હતી. ત્યારબાદ એકાંતનો લાભ લઈ આરોપીઓએ કિશોરીના ગળે છરીના 8 ઘા મારી ક્રૂર હત્યા કરી હતી. પોલીસે આ મામલે 2 આરોપીની ધરપડક કરી છે અને 1 આરોપી ફરાર છે. હાલ પોલીસે નજીકના સીસીટીવી મારફતે આગળની તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો: પાટણમાં મોડી રાત્રે અકસ્માત: ચોટીલા જઈ રહેલા ત્રણ પદયાત્રીને કાળ આંબી ગયો

  ખેડામાં અઠવાડિયા પહેલાં આવી જ ઘટના બની હતી


  ગુજરાતના ખેડામાં દસ દિવસ પહેલાં એક આધેડે ભરબજારે કિશોરીની હત્યા કરી નાખી હતી. બજાર વચ્ચે આવીને આધેડે 15 વર્ષીય કિશોરીનું ગળું કાપી નાંખ્યું હતું. મૃતક કિશોરીના પિતાના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે તેમની દીકરી મિત્રો સાથે ત્રાજ ગામની દુકાને ગઈ હતી ત્યારે આધેડ આરોપી રાજેશ અચાનક આવે છે અને કિશોરી પર હુમલો કરે છે. પોલીસે જણાવ્યા અનુસાર, આરોપીએ પહેલાં કિશોરીનું ગળું કાપ્યું હતું અને પછી છાતી પર હુમલો કર્યો હતો. ત્યારે ગંભીર હાલતમાં તેને સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ સાથે જ પરિવારે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી ફાંસી આપવાની રજૂઆત કરી છે.
  " isDesktop="true" id="1244476" >

  સુરત ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસ


  શહેરના પાસોદરા વિસ્તારમાં 12મી ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યાની આસપાસ ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી. ફેનિલ ગ્રીષ્મા વેકરિયાની સોસાયટીના ગેટ પર ચપ્પુ લઈને પહોંચી ગયો હતો અને ત્યારબાદ તેને પરિવાર સામે જ ચપ્પુના ઘા મારી પતાવી દીધી હતી. તેટલું જ નહીં, ફેનિલે પોતાના હાથની નસ કાપી ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Love, અફેર, ગુનો, પોલીસ, મહેસાણા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन