Home /News /mehsana /Video: 'સૂર્ય દેવના તેજ છે અદકેરા' કવિતા સાથે ગણતંત્ર દિવસની પરેડમાં આવ્યો ગુજરાતનો ટેબ્લો

Video: 'સૂર્ય દેવના તેજ છે અદકેરા' કવિતા સાથે ગણતંત્ર દિવસની પરેડમાં આવ્યો ગુજરાતનો ટેબ્લો

ઝાંખી પર અગ્રણી શિલ્પકારોએ ફાયબર કાસ્ટિંગ દ્વારા સૂર્ય મંદિરનું હૂબહૂ નિર્માણ કર્યું છે.

ઝાંખી પર અગ્રણી શિલ્પકારોએ ફાયબર કાસ્ટિંગ દ્વારા સૂર્ય મંદિરનું હૂબહૂ નિર્માણ કર્યું છે.

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની (Republic Day) રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો (Gujarat Tableau) તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર (Modhera Surya Mandir) પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. લગભગ 60 જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી આ ટેબ્લોને સજાવ્યો છે. દર વર્ષે 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ (Gujarat Information department) દ્વારા ટેબ્લોની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરાય છે.

ફાયબર કાસ્ટિંગ દ્વારા સૂર્ય મંદિરનું હૂબહૂ નિર્માણ

ઝાંખી પર અગ્રણી શિલ્પકારોએ ફાયબર કાસ્ટિંગ દ્વારા સૂર્ય મંદિરનું હૂબહૂ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધૌલપુર સ્ટોન ટેક્સચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલઇડી ફ્લડ લાઇટના માધ્યમથી ઝાંખીનું આ સૂર્ય મંદિર પ્રકાશમાન છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિતોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે.

અમદાવાદના એક્સ-આર્મીમેને કારગીલ વૉરને યાદ કર્યું, 'માઇનસ 40 ડિગ્રીમાં ગોળી વાગી પણ પીછેહટ ન કરી'

મહિલા કલાકાર ટિપ્પણી નૃત્ય કર્યું

મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખીની સાથે 12 મહિલા કલાકાર ટિપ્પણી નૃત્યની પ્રસ્તુતિ આપી હતી. પરંપરાગત જિમી વેશભૂષાથી સુસજ્જિત આ ગુજરાતી મહિલાઓની ટિપ્પણીની પદચાપથી રાજપથ ગૂંજી ઉઠ્યું હતુ. આ ટિપ્પણી નૃત્ય માટે વિશેષ ગીતની રચના કરવામાં આવી છે. 'સૂર્ય દેવના તેજ છે અદકેરા, હેંડોને જઇએ સૌ મોઢેરા...' કવિતાની આ પંક્તિઓ દ્વારા સમગ્ર દુનિયાના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર આવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

Padma Awards 2021 : ચાર ગરવા ગુજરાતીને પદ્મ પુરસ્કાર, કેશુ બાપાને પદ્મભૂષણ, મહેશ-નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી

મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ

ઉત્તર ગુજરાતના મહેસાણા શહેર નજીક મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પ્રથમે આજેથી અંદાજિત 1 હજાર વર્ષ પહેલા 1026-27 માં સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. માનવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્ય મંદિરથી પણ પહેલા કરવામાં આવ્યું હતું. મારૂ-ગુર્જર સ્થાપ્ત્ય શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિરના ત્રણ મુખ્ય ભાગ છે. ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્ય કુંડ.





મરુ-ગુર્જર શૈલીના આ મંદિર પરિસરમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ મુખ્ય છે. પથ્થરોમાં જાણે કવિતા કંડારેલી હોય એવા આ સ્થાપત્યના સુપ્રસિદ્ધ સભામંડપમાં વર્ષના 52 સપ્તાહના પ્રતિક સમા 52 નકશીદાર સ્તંભો છે, જેના પર રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દૃશ્યોની કોતરણી છે.
First published:

Tags: Republic day, ગુજરાત, દિલ્હી, મોઢેરા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો