Home /News /mehsana /Mehsana: માવઠાની આગાહી વચ્ચે ઉનાળું વાવેતરે રફતાર પાકડી, ઉત્તર ગુજરાતમાં આટલું વાવેતર થયું

Mehsana: માવઠાની આગાહી વચ્ચે ઉનાળું વાવેતરે રફતાર પાકડી, ઉત્તર ગુજરાતમાં આટલું વાવેતર થયું

ઉત્તર ગુજરાતમાં વાવેતર વધ્યું

રાજ્યનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં બે માવઠાની આગાહી વચ્ચે ઉનાળું વાવેતર મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. ઉનાળું વાવેતરમાં માવઠાની અસર ન હોવાનાં કારણે ખેડૂતો વાવેતર કરી રહ્યાં છે.

Rinku Thakor, Mehsana: ઉત્તર ગુજરાતમાં બે સપ્તાહમાં એક લાખ હેકટરમાં ઉનાળું વાવેતર થયું છે. છેલ્લા દસ દિવસમાં બે વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. છતાં પણ ઉનાળુ વાવેતર શરૂ રાખ્યું છે. ગત વર્ષની સરખામણીએ 60 ટકા વાવેતર વધુ થયું છે.

4 લાખઅંદાજ સામે એક લાખ હેક્ટરમાં વાવેતર

ઉત્તર ગુજરાતની 4 લાખ હેક્ટરમાં ઉનાળું વાવેતરના અંદાજ સામે 2 સપ્તાહના અંતે 1 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. છેલ્લા 10 દિવસમાં બે વખત માવઠા ની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ગત વર્ષની સરખામણીએ 60 ટકા વધુ વાવેતર થયું છે.

આ સમયે ગત વર્ષ 66300 હેક્ટરમાં વાવેતર થયું હતું. બે સપ્તાહના અંતે ઉત્તર ગુજરાતની 1,05,676 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જેમાં ડાંગરનું 242 હેકટરમાં, બાજરીનું 42108 હેકટરમાં, મકાઇનું 1116 હેક્ટરમાં, ધાન્ય પાકોનું કુલ 43,466 હેક્ટરમાં વાવેતર થયું છે.

આ પણ વાંચો: માવઠું અને ઓછા ઉત્પાદનના અંદાજો વચ્ચે જીરુંના ભાવમાં એકાએક તેજી, જાણો શું છે ભાવ

કઠોળ પાકોમાં એક માત્ર મગનું 1455 હેક્ટરમાં વાવેતર

કઠોળ પાકોમાં એક માત્ર મગનું વાવેતર 1455 હેક્ટરમાં થઇ ચૂક્યું છે. મગફળીનું 5574 અને તલનું 268 હેક્ટર મળી તેલિબીયા પાકોનું 5,842 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જ્યારે શાકભાજીનું 8024 હેક્ટરમાં, ઘાસચારાનું 43,549 હેક્ટરમાં અને અન્ય પાકોનું 3340 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.



આ છે વાવેતર વધવાનું કારણ

કૃષિ નિષ્ણાંતએ જણાવ્યું હતું કે, ઉનાળું વાવેતરની શરૂઆતમાં કમોસમી વરસાદના ઝાપટા નુકસાનકારક ન હોય વાવેતર વધી રહ્યું છે.
First published:

Tags: Farmer in Gujarat, Local 18, Mahesana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો