Home /News /mehsana /

Rarest of The Rare Surgery: ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત રેરેસ્ટ ઓફ ધી રેર ઓક્સિપીટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી થઇ

Rarest of The Rare Surgery: ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત રેરેસ્ટ ઓફ ધી રેર ઓક્સિપીટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી થઇ

એક રીસર્ચ..C1 અને C2 મણકામાં ટી.બી. હોવાના 0.3 થી 1 ટકા કિસ્સા જ નોંધાયા છે.

નૂતન મેડિકલ કૉલેજમાં સ્પાઇન સર્જરી તરીકે સેવા આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જે.વી.મોદીની સ્પાઇન સર્જરીની નિપૂણતાના પરિણામે દર્દીને પીડામુક્ત થવાનો વિશ્વાસ ઉભો થયો. રાજેન્દ્રસિંહ ચાવડાને જ્યારે નૂતન મેડિકલ કૉલેજમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના એક્સ-રે અને એમ.આર.આઇ. કરાવવામાં આવ્યા હતા. જેમાં C1 અને C2 મણકામાં ટી.બી. હોવાનું નિદાન થયું હતુ.

વધુ જુઓ ...
ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana)ના રાજેન્દ્રસિંહ ચાવડાને 3 થી 4 મહિનાથી ગરદનના મણકાના ભાગમાં અસ્થિરતા હોવાથી અસહ્ય દુખાવો રહેતો હતો. જેના પરિણામે હલન-ચલનમાં તકલીફ, ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવાની સમસ્યાથી અત્યંત પીડાદાયક સમયમાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા. આ પીડાની વેદના અસહ્ય બનતા તેઓએ મહેસાણાની 2-3 ખાનગી હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા હતા. પરંતુ સંતોષકારક પરિણામ ના મળતા અને દુખાવામાં સતત વધારો થતા તેઓ વિસનગર (Visnagar)ની હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં ગરીબ પરિવાર માટે ખર્ચ કરીને પીડામુક્ત થવું સ્વપ્ન સમાન થઇ રહ્યું હતુ. આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ (Ayushman Bharat Card) અંતર્ગત સેવા ઉપલબ્ધ હોવાથી રાજેન્દ્રસિંહને આશાનું કિરણ જાગ્યું હતું.

નૂતન મેડિકલ કૉલેજમાં સ્પાઇન સર્જરી તરીકે સેવા આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જે.વી.મોદીની સ્પાઇન સર્જરીની નિપૂણતાના પરિણામે દર્દીને પીડામુક્ત થવાનો વિશ્વાસ ઉભો થયો. રાજેન્દ્રસિંહ ચાવડાને જ્યારે નૂતન મેડિકલ કૉલેજમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના એક્સ-રે અને એમ.આર.આઇ. કરાવવામાં આવ્યા હતા. જેમાં C1 અને C2 મણકામાં ટી.બી. હોવાનું નિદાન થયું હતુ. જેથી ડૉ. જે.વી.મોદી અને તેમની ટીમ દ્વારા સર્જરી કરીને આ તકલીફ દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.



દર્દીના શરીરના C1 અને C2 મણકામાં અસ્થિરતા હોય ત્યાં ઓક્સિપીટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી કરવામાં આવે છે. C1 અને C2 માં ટી.બી. એ અત્યંત રેર છે. 1 થી 3 લાખ દર્દીએ એક દર્દીમાં આ પ્રકારની જટીલ સમસ્યા જોવા મળે છે. આ પ્રકારની સર્જરીમાં થોડીક પણ બેદરકારી દર્દીને મોતના મુખમાં ધકેલી શકે છે. વળી રાજેન્દ્રસિંહના કિસ્સામાં તેમનો C1 મણકો સંપૂર્ણપણે ટી.બી. થી ખવાઇ ગયો હતો. જેને એક બાજુએ સ્ક્રુ નાંખીને ફીક્સ કરવામાં આવ્યું. ખાનગી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ઉષા તેમજ આસિસટન્ટ પ્રોફેસર ડૉ. વિજય , ડૉ. એન્જલ પટેલ અને  તબીબી ટીમના સહયોગથી ન્યુરોમોનીટરીંગ સાથે ડૉ. જે.વી.મોદીએ સમગ્ર સર્જરી હાથ ધરી હતી. અંદાજીત 2 થી 3 કલાક ચાલેલી ઓક્સિપીટો સર્વાઇકલ સર્જરી સંપૂર્ણપણે સફળ રહી છે.

આ પણ વાંચો- 125 ગામની હજારો બહેનો તેમના ભાઈ પીએમ મોદીને પત્ર લખી પોતાની વ્યથા જણાવશે

આજે રાજેન્દ્રસિંહ સંપૂર્ણપણે પીડામુક્ત બન્યા છે. પૂર્વવત હલન-ચલન કરી રહ્યા છે. હાલ દર્દી રાજેન્દ્રસિંહ નૂતન મેડિકલ કૉલેજના પલ્મેનોલોજીસ્ટ વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ટી.બી.ની સંપૂર્ણ સારવાર મેળવી રહ્યા છે.

આ પણ વાંચો-વાપીમાં હાઇવેના પુલ પર વિચિત્ર અકસ્માત, એક પછી એક 8 વાહનો વચ્ચે ટક્કર

ડૉ. જે.વી.મોદીએ જણાવ્યું છે કે C1 અને C2ના મણકામાં ટી.બી. હોવાની કિસ્સા અત્યંત રેર છે. જેમાં ઓક્સિપ્યુટો સર્વાઇકલ ફ્યુઝન સર્જરી કરવી તે ઘટના રેરેસ્ટ ઓફ ધી રેર કહી શકાય. એક રીસર્ચ પ્રમાણે અત્યાર સુધીમાં 0.3 થી 1 ટકા કિસ્સામાં જ આ પ્રકારની સર્જરી હાથ ધરાઇ છે. અત્યંત જટીલ પ્રકારની આવી સર્જરીમાં થોડીક પણ બેદરકારી દર્દીના જીવને જોખમે મૂકી શકે છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી અંદાજીત 3 થી 4 લાખના ખર્ચે થતી હોય છે. રાજેન્દ્રસિંહ જોડે આયુષ્યમાન કાર્ડ હોવાથી સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થઇ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Mehsana news, Successful surgery, Surgery, Visnagar

આગામી સમાચાર