Home /News /mehsana /મહેસાણા અને ગીર-સોમનાથના ડરાવનારા દ્રશ્યો, કોરોનાના કહેર વચ્ચે લોકો નાચતા અને ગરબે ઘૂમતા દેખાયા

મહેસાણા અને ગીર-સોમનાથના ડરાવનારા દ્રશ્યો, કોરોનાના કહેર વચ્ચે લોકો નાચતા અને ગરબે ઘૂમતા દેખાયા

મહેસાણા અને ગીર-સોમનાથના દ્રશ્યો.

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે જ બેદરકારીના કેસ પણ વધી રહ્યા છે, લોકોની બેદરકારી ભારે પડી શકે છે.

મહેસાણા/ગીર સોમનાથ: એક તરફ રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Coronavirus Cases)નો કહેર વધી રહ્યો છે અને બીજી તરફ લોકો કોરોનાથી સાવચેતી રાખવાને બદલે બેદરકારી બની રહ્યા છે. ઓછામાં પૂરું હોય તેમ હાલ લગ્નની સિઝન (Marriage Season) ચાલી રહી છે. લગ્ન સિઝન બદરમિયાન લોકો વધારે બેદરકાર જોવા મળી રહ્યા છે. રાજ્યના મહેસાણા (Mehsana) અને ગીર-સોમનાથ જિલ્લા (Gir-Somnath District)માંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણામાં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) કે પછી માસ્ક (Mask) વગરે ડીજેના તાલે લોકો ઝૂમતા નજરે પડ્યાં છે. ગીર-સોમનાથમાં પણ એક લગ્ન સમારંભમાં લોકો માસ્ક વગર ગરબે ઘૂમતા નજરે પડ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગીર-સોમનાથમાં ખુદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેને જ કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે.

મહેસાણાના ચોંકાવનારા દ્રશ્યો:

મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યાં છે. જેમાં બહુચરાજી તાલુકાના કાલરી ગામ ખાતે લોકોના ટોળા ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. લોકો માસ્ક વગર ટોળે વળીને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. જિલ્લામાં વધી રહેલા કેસની વચ્ચે આવી બેદરકારી ભારે પડી શકે છે. લોકો શા માટે અને ક્યા ઉત્સવમાં નાચી રહ્યા હતા તેની માહિતી મળી શકી નથી.

ગીર-સોમનાથ:

ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેને જ કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. આરોગ્ય સમિતિના ચેરમેન હીરા બોઘાભાઈ સોલંકીની દીકરીના લગ્નમાં કોવિડના નિયમોને નેવે મૂકાયા હતા. હીરા સોલંકીની દીકરીના લગ્નમાં દાંડિયા રાસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો નેવે મૂકાયા હતા. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હવે જવાબદાર વ્યક્તિઓ જ નિયોમોનું પાલન નહીં કરે તો પછી સામાન્ય લોકો નિયમો પાલન કરે તેવી અપેક્ષા કેવી રીતે રાખવી?

આ પણ જુઓ-

કોરોનાથી બચવા માટે માસ્ક જ દવા

હાલ દેશ કે દુનિયામાં કોરોના વાયરસની કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી. અલગ અલગ દેશ કોરોનાની રસી પર પરીક્ષણ કરી રહ્યા છે. હાલ અલગ અલગ દેશોએ જે રસી તૈયાર કરી છે તે પરીક્ષણના અલગ અલગ તબક્કામાં છે. એટલે કે જ્યાં સુધી કોરોનાની રસી કે દવા નથી આવતી ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એ જ દવા છે. કોરોનાથી બચવા માટે આ બંને ખૂબ જરૂરી છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Dance, Garba, Gir-somnath, Social Distancing, મહેસાણા