Home /News /mehsana /Video: ઊંઝાના નારાયણ પટેલના ઘરે બાપુનું જમણ, રાજકારણમાં ગરમાવો

Video: ઊંઝાના નારાયણ પટેલના ઘરે બાપુનું જમણ, રાજકારણમાં ગરમાવો

ઊંઝાના કોંગ્રેસ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા બાદ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ પક્ષથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે

ઊંઝાના કોંગ્રેસ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા બાદ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ પક્ષથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે

અત્યાર સુધી આશા પટેલના કારણે ઉંઝાનું રાજકારણ ગરમાગરમ હતું પણ હવે નારણ પટેલે પણ નવી રણનીતિ તરફ ઈશારો કર્યો છે. NCPનો હાથ પકડનાર શંકરસિંહ વાઘેલાએ નારણ પટેલના ઘરે ભોજન લીધુ અને વાત વહેતી થઈ કે નારણ પટેલ NCPમાં જોડાઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારયણભાઈ પટેલના ઘરે સંકરસિંહ વાઘેલાએ ભોજન કર્યું. આ બંને નેતાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ઉત્તર ગુજરાતમાં રાજકારણ ગરમાવા લાગ્યું છે.

જોકે આ મુદ્દે નારણ પટેલે જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા સાથે મારે 50 વર્ષથી ગાઢ મિત્રતા છે, તેમણે મારા ઘરે ભોજન લીધુ તે માત્ર ઔપચારિકતા મુલાકાત હતી, આમાં કોઈ રાજકારણની વાત જ નથી.

તમને જણાવી દઈએ કે, ઊંઝાના કોંગ્રેસ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા બાદ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ પક્ષથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે, એવામાં શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત અને સાથે ભોજનના ફોટો વાઈરલ થતા ઊંઝામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

આ બાજુ શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલની મુલાકાત મુદ્દે પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ પ્રકાશ માથુરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ચૂંટણીનો સમય આવે ત્યારે આ પ્રકારની મુલાકાતો સામાન્ય છે. અમારી પાર્ટીને નારાયણ પટેલ પર પૂરો ભરોસો છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા નારણભાઈ અમારા જુના કાર્યકર છે
First published:

Tags: Former, Meet, Unjha, શંકરસિંહ વાઘેલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો