Home /News /mehsana /પાલોદર : મહેસાણા જિલ્લાના રાજપૂતોએ દશેરાએ પાલોદર ગામે શસ્ત્ર પુજન કર્યું

પાલોદર : મહેસાણા જિલ્લાના રાજપૂતોએ દશેરાએ પાલોદર ગામે શસ્ત્ર પુજન કર્યું

X
સરકારી

સરકારી નોકરી માટે યુવાઓને તૈયારી કરવા અગ્રણીઓએ આહવાન કરી શિક્ષણ પર ભાર મૂક્યો

મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ, મહેસાણા શહેર રાજપૂત સમાજ અને મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ મહિલા પાંખ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણાઃ મહેસાણા (Mehsana news) જિલ્લાના રાજપૂતો દ્વારા દશેરાએ શસ્ત્ર પૂજન (dussehra shastra puja) કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ પાલોદર ગામે યોજાયો હતો. મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ, મહેસાણા શહેર રાજપૂત સમાજ અને મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ મહિલા પાંખ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાજર મહેમાનોએ સમાજના વિકાસ માટે શસ્ત્ર ની સાથે કલમથી આગળ વધવા અને સરકારી નોકરી માટે યુવાઓને તૈયારી કરવા આહવાન કરી સીક્ષણ પર ભાર મૂક્યો હતો.

મહંતશ્રી દયાગીરીએ આશીર્વચન પાઠવ્યા હતા
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડા, મહેસાણાના dsp પાર્થરાજસિંહ ગોહિલ, કરણસિંહ બી વાઘેલા, બળવંતસિંહ એમ.ચાવડા, સિદ્ધરાજસિંહ ભાટી, નરેન્દ્રસિંહ(નારદીપુર),જગતસિંહ સોલંકી સહિત અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપી સમાજને એકરૂપ થવા હાકલ કરી હતી.

મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર, ઉપ પ્રમુખ વિજયસિંહ ચાવડા, જયદેવસિંહ ચાવડા(એડવોકેટ), મહામંત્રી દિલીપસિંહ જાડેજા, લક્ષમણ સિંહ રાજપૂત , મંત્રી જિતુભા સોલંકી, મહેસાણા શહેર રાજપૂત સમાજના પ્રમુખ કીર્તિસિંહ રાઠોડ, સમાજના અગ્રણી બળવંતસિંહ વાઘેલા - બકાજી પેટ્રોલપંપ વાળા (પાલોદર),ભૂરાજી વાઘેલા, વિહુભા ઉપ સરપંચ, અજીતસિંહ જાડેજા, અણદુભા જે ઝાલા પ્રમુખ શ્રી મહેસાણા જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
First published:

Tags: Dussehra 2021, Gujarati News News, Mehsana news