Home /News /mehsana /મહેસાણા : મજૂરી કરવા લાવેલી યુવતીને 14 દિવસ ગોંઘી રાખી દુષ્કર્મ આચર્યુ, હચમચાવી નાખતી ઘટના
મહેસાણા : મજૂરી કરવા લાવેલી યુવતીને 14 દિવસ ગોંઘી રાખી દુષ્કર્મ આચર્યુ, હચમચાવી નાખતી ઘટના
અંકિત પોપટ : રાજકોટ (Rajkot) જીલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના ચોરડી (Chordi) ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બનાવમાં ત્રણ શખ્સો દ્વારા શ્રમિક પરિવાર પર જીવલેણ હુમલો કરી પરિણીતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનનમાં 11 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ, ગરીબ યુવતીની મજબૂરીનો ગેરલાભ ઉઠાવાયો હોવાનો આરોપ
કેતન પટેલ, મહેસાણા : ઉત્તર ગુજરાતની સરહદ રાજસ્થાન સાથે હોવાના કારણે ઉત્તર ગુજરાતના અનેક ગામ અને શહેરો રાજસ્થાનના કેટલાય લોકો માટે રોજગારીનું ઉત્તમ સ્થાન છે. રાજસ્થાનથી મહિલાઓ પુરૂષો અને યુવક-યુવતીઓ રોજગારી રળવા ઉત્તર ગુજરાતમાં આવે છે. જોકે, મજબૂરીની આ મથામણમાં ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને રૂવાંડા ઊભા થઈ જાય! આવી જ એક ઘટના મહેસાણાના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ સહિતના આરોપોના કેસમાંથી સામે આવી છે. પોલીસ મથકમાં મહેસાણાના અમરાપુરમાં એક રાજસ્થાની યુવતીને ઘરકામ માટે લવાયા બાદ 14 દિવસ એક રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવતા હડકંપ મચી ગયો છે. યુવતીએ મહિલા હેલ્પલાઇનો સંપર્ક કરતા તેને છોડાવી લેવામાં આવી હતી ત્યારબાદ તેના પિતા સાથે જઈ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો એવી છે કે મૂળ રાજસ્થાનના ઋષભદેવની એક યુવતીને મજૂરીકામ અર્થે આરોપી કરણ શંકર મીણા રહે રાજસ્થાન ઉદયપુર, રમેશ અને જીતુ નામના શખ્સો મજૂરી અર્થે લઈ જવાનું કહી ખેરવાડા રાજસ્થાનથી લઈ ગયા હતા. આ શખ્સોએ મંગીબેન રાવળ, રણજિતસિંહ ચૌહાણ, સીતાબેન રણજિતસિંહ નામના આરોપીઓ સાથે મળી અને પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે મહેસાણાના અમરાપુર ખાતે ઘરકામ કરવા માટે મૂકી ગયા હતા.
દરમિયાન આરોપી ઠાકોર રાજાજી, ઠોકાર વિજય બાબુજી, ઠાકોર શારદાબેન બાબુજી, ઠાકોર કૈલાસબેન બાબુજી, ઠાકોર ચંદ્રિકાબેન બાબુજીએ આ યુવતીને તારીખ 10મી જૂનથી 24મી જૂન સુધી એક રૂમમાં ગોંધી રાખી હોવાનો આરોપ છે. યુવતીના આરોપ મુજબ તેને એવું કહેવામાં આવ્યું હતું કે 'અમે તને 1.50 લાખમાં વેચાતી રાખી છે.' યુવતીની ફરિયાદ મુજબ આરોપી ઠાકોર વિજયજી બાબુજીએ તેનો મોબાઇલ પડાવી લીધો હતો.
જોકે, આ યુવતીની ફરિયાદથી હડકંપ ત્યારે મચ્યો જ્યારે તેણે આક્ષેપ કર્યો કે આરોપી ઠાકોર વિજયજી બાબુજીએ અવારનવાર તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું. જોકે, યુવતીએ યેનકેન મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા તેને છોડાવી લેવામાં આવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રખાઈ હતી.
આ મામલે મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં આઈપીસીની કલમ 363, 376(2)(એન), 344, 392, 120બી, એટ્રોસિટી એક્ટ કલમ 3 (2), (5), 3(2)(5-A), તથા પોક્સો એક્ટ કલમ 4-5(એલ), 6,8,17 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.