Home /News /mehsana /Mehsana News: શાળાના સ્ટાફે એટલું ટોર્ચર કર્યું કે શિક્ષિકાએ કર્યો આપઘાતનો પ્રયાસ

Mehsana News: શાળાના સ્ટાફે એટલું ટોર્ચર કર્યું કે શિક્ષિકાએ કર્યો આપઘાતનો પ્રયાસ

શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

મહેસાણા (Mehsana)ve જિલ્લાના કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આપઘાત (School Teacher Suicide)નો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

મહેસાણા (Mehsana)માં પ્રાથમિક શાળાની શિક્ષિકાનો આપઘાત (School Teacher Suicide)નો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાના સ્ટાફના અન્ય શિક્ષકોના ટોર્ચરથી કંટાળી આ શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે શિક્ષિકા આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સુસાઈડ નોટમાં 12 લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. આપઘાતનો પ્રયાસ કર્યા બાદ શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

મહેસાણા જિલ્લાના કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા જયશ્રીબેન પટેલ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જયશ્રીબેન પટેલ પોતાની જ શાળાના સ્ટાફના અન્ય શિક્ષકોના ટોર્ચરથી એટલા કંટાળી ગયા હતા કે તેમને જીવન ટૂંકાવી લેવાનો વિચાર આવી ગયો હતો અને આથી તેમને ઘેનની 20 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાના આપઘાતની ખબરથી આખા ગામમાં ચકચાર મચી જવા પામી હતી અને શાળાના સ્ટાફના અન્ય 12 લોકો વિરૂદ્ધ લોકોમાં આક્રોષની લાગણી આવી ગઇ હતી.

આ પણ વાંચો- Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસોમાં ફરી આવી ઝડપ, ક્યાં કેટલા કેસ નોંધાયા?

જોકે શિક્ષિકા જયશ્રીબેન પટેલે ગેનની ગોળીઓ ખાતા પહેલા પોતાના ભાઇને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે પોતાના ભાઈ સાથે ફોન ઉપર વાત કરી હતી અને વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. જેમા જયશ્રીબેન પટેલે પોતાના પર થયેલ જુલમની આખી કહાની પોતાના ભાઇને જણાવી હતી. જયશ્રીબેન પટેલે ફોન પર રડતા-રડતા પોતાના ભાઇને જણાવ્યું હતું કે શાળામાં મને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને મારા કેરેક્ટરને લઇ ખરાબ વાતો કરે છે. હું ખુબ જ કંટાળી ગઇ છું અને હવે મને લાગે છે કે મારે આપઘાત કરી લેવો જોઇએ. આ લોકોએ મારા પર ખુબ જ જુલમ કર્યો છે અને તેઓ નોકરી પર મને ખુબ જ હેરાન કરે છે. મારી મહેનત પાણીમાં જઇ રહી છે અને મારી ઇજ્જત તાર-તાર થઇ રહી છે. સ્ટાફના લોકો એક થઇ ગયા છે અને સ્કૂલમાં મારી સાથે કોઇ વાત પણ નથી કરતું.

જયશ્રીબેન પટેલે પોતાના ભાઇ સાથે વાત કરી હતી જેમા કડી તાલુકા પંચાયતના ટીપીઓ પુષ્પાબેન સહિત 12શિક્ષકોના ત્રાસથી તેમણે જિંદગી ટૂંકાવી લેવાનું પગલું ભરતા હોવાનું જણાવ્યું હતું. જોકે જયશ્રીબેન પટેલે ગેનની 20 ગોળીઓ ખાઇ લેતા તેમની હાલત ખુબ જ ગંભીર થઇ ગઇ હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયશ્રીબેન પટેલે સપસાઈટ નોટમાં 12 શિક્ષકોના નામ લખી આપઘાત નો પ્રયાસ કર્યો હતો.
First published:

Tags: Ahmedabad news, Ahmedabad suicide, Mehsana news