Home /News /mehsana /મહેસાણા : 'બીજીવાર તોફાન ન કરે ને એટલે,' તાલીબાની સજાનો Video થયો વાયરલ

મહેસાણા : 'બીજીવાર તોફાન ન કરે ને એટલે,' તાલીબાની સજાનો Video થયો વાયરલ

વાઇરલ વીડિયોનો સ્ક્રિન ગ્રેબ

વીડિયોમાં યુવકોને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે તે સ્પષ્ટ છે પરંતુ ક્યા કારણોસર મારવામાં આવ્યો તેની કોઈ માહિતી નથી.

કેતન પટેલ, મહેસાણા : પોલીસ સ્ટેશનમાં યુવકોને અધિકારીની ચેમ્બરમાં તાલિબાની સજા અપાઈ હોવાના એક વાયરલ વીડિયોએ સમગ્ર મહેસાણા પંથકમાં ચકચાર મચાવી છે. આ વીડિયોમાં એક અધિકારીની ચેમ્બરમાં હાથમાં ફૂટપટ્ટીથી માસ્તર માર મારે એ પ્રકારે પોલીસે યુવકોને ચામડાના પટ્ટેથી માર મારતી જોવા મળી છે. આ વીડિયો મહેસાણા જિલ્લાના જુદા જુદા વોટ્સએપ માધ્યમોમાં વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો ક્યાં પોલીસ સ્ટેશનનો છે અથવા તો ક્યારનો છે તેની કોઈ માહિતી કે પુષ્ટી થઈ શકતી નથી પરંતુ વીડિયો જો એડિટેડ ન હોય તો તેના બેકગ્રાઉન્ડ વોઇસમાં એવું સાંભળવા મળે છે કે 'આ તો શું બીજીવાર તોફાન ન કરે એટલે' લોકો આ વીડિયોને કડીના નામે વાઇરલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

વીડિયોમાં યુવકોને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે તે સ્પષ્ટ છે પરંતુ ક્યા કારણોસર મારવામાં આવ્યો તેની કોઈ માહિતી નથી. આ અંગે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી શકી નથી. જોકે, પોલીસનું કામ જ છે કાયદાનું પાલન કરાવવું અને તેનો ભંગ થતો હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવી પરંતુ આ કાયદાના પાલન માટે તાલિબાની સજાનો માર્ગ કેટલો યોગ્ય તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.



કાયદાના પાલન માટે તોફાની તત્વો સામે પોલીસ અનેકવાર ત્રીજુ નેત્ર ખોલતી હોય છે અને પોલીસના રિમાન્ડ અંગે અનેક વાતો હોય છે પરંતુ આ પ્રકારે તેના વીડિયો વાયરલ થવાથી આવી વાતોને બળ મળે છે. જોકે, આ વીડિયોમાં જે યુવકોને પટ્ટા મારવામાં આવ્યા તેમનો કસૂર શું છે અથવા તો તે ક્યાં ગામના છે તે ખબર નથી પરંતુ પોલીસની કામગીરી સામે પણ આ પ્રકારના વાઇરલ વીડિયો ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરી નાખે છે.

આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

જોકે, પોલીસ વિભાગ આ વીડિયોની પુષ્ટી કરીને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં તે જોવું જ રહ્યું પરંતુ હાલમાં તો પોલીસે બોલાવેલા 'મોર'નો આ વીડિયો લોકો ધૂમ ફોરવર્ડ કરી રહ્યા છે.

(નોંધ : ન્યૂઝ18 ગુજરાતી આ વાઇરલ વીડિયો ક્યા પોલીસ મથકનો છે તેની પુષ્ટી કરતું નથી.)
First published:

Tags: Mahesana, પોલીસ, વાયરલ વીડિયો