Home /News /mehsana /Mehsana Tanvi Patel: PM મોદીએ મહેસાણાની દીકરીના કર્યા વખાણ, તન્વી પટેલ નાના સેટેલાઈટ પર કરી રહી છે કામ
Mehsana Tanvi Patel: PM મોદીએ મહેસાણાની દીકરીના કર્યા વખાણ, તન્વી પટેલ નાના સેટેલાઈટ પર કરી રહી છે કામ
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યુ કે, ઈન-સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો.
તન્વીની જેમ જ દેશનાં લગભગ સાડા સાતસો School Student, અમૃત મહોત્સવમાં આવાં જ 75 Satellite પર કામ કરી રહ્યાં છે, અને વધારે આનંદની વાત તો એ છે કે, આમાનાં વધુ Students દેશનાં નાનાં શહેરોનાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે મનકી બાત (Mann Ki Baat)ના 90માં એપિસોડને સંબોધિત કર્યુ હતું. જેમાં તેમણે ઈમરજન્સીથી લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં તેમણે મહેસાણા (Mehsana)ની નાનકડી તન્વી પટેલ (Tanvi patel)નો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ મન કી બાત (PM Modi Mann Ki Baat)માં કહ્યુ કે, ઈન-સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો. તે બહુ જ નાના સેટેલાઈટ પર કામ કરી રહી છે, જે આગામી મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તન્વી મહેસાણાના લાડોલ ગામની છે. અને ધોરણ 10મા અભ્યાસ કરે છે. આઝાદી કા અમૃત મહોત્સ કાર્યક્રમ અંતર્ગત સ્પેસ કિડ્સ ઇન્ડિયાના સીઇઓ ડૉ શ્રીમતી કેસન ફાઉન્ડર સાથે મુલાકાત કરી હતી. તન્વી દ્વારા રજૂઆત કરાઇ હતી જે બાદ આઝાદી સેટ સ્પેસ ઇસરો ઓન્લી વુમનના એમઓયુ થયા જે બદલ પીએમએ અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ મનકી બાતમાં કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, In-Space નાં કાર્યક્રમમાં હું મેહસાણાની School Student દિકરી તન્વી પટેલને પણ મળ્યો હતો. તે એક ખૂબ નાનાં Satellite પર કામ કરી રહી છે, જે આગામી થોડાંક મહીનાઓમાં Space માં Launch થવા જઇ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતીમાં ખૂબ સરળતાથી પોતાનાં કામ વિશે જણાવ્યું હતું. તન્વીની જેમ જ દેશનાં લગભગ સાડા સાતસો School Student, અમૃત મહોત્સવમાં આવાં જ 75 Satellite પર કામ કરી રહ્યાં છે, અને વધારે આનંદની વાત તો એ છે કે, આમાનાં વધુ Students દેશનાં નાનાં શહેરોનાં છે.
આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ઓડિસામાં, પૂરીની યાત્રાથી તો દરેક દેશવાસી પરિચિત જ છે. લોકોનો પ્રયાસ હોય છે કે આ અવસર પર પુરી જવાનું સૌભાગ્ય મળે. બીજા રાજ્યોમાં પણ ખૂબ ધૂમધામથી જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ યાત્રા અષાઢ મહીનાની બીજથી શરૂ થાય છે. ગુજરાતનાં અમદાવાદમાં પણ દર વર્ષે અષાઢની બીજથી રથયાત્રા શરૂ થાય છે. હું ગુજરાતમાં હતો, ત્યારે મને પણ દર વર્ષે આ યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળતું હતું. અષાઢ બીજ જેને અષાઢી બીજ પણ કહેવામાં આવે છે, આ દિવસથી જ કચ્છનાં નવાં વર્ષની પણ શરૂઆત થાય છે.
ભગવાન જગન્નાથ જગતનાં સ્વામી તો છે જ પરંતુ તેમની યાત્રામાં ગરીબો, વંચિતોની વિશેષ ભાગીદારી હોય છે. ભગવાન પણ સમાજનાં દરેક વર્ગ અને વ્યક્તિ સાથે ચાલે છે. આવી જ રીતે આપણાં દેશમાં જેટલી પણ યાત્રાઓ થાય છે, તે તમામમાં ગરીબ-અમીર, ઊંચ-નીચ આવાં કોઇ ભેદભાવ દેખાતા નથી.