મહેસાણાનાં જોટાણાનું મરચું ખુબ જ જાણીતું છે. તે સ્વાદે સામાન્ય કરતાં વધારે તીખું હોય છે. આ મરચાની ખાસ વાત એ છે કે તે તાસીરમાં વધારે ગરમ હોતું નથી. જોટાણાના મરચા ખરીદવા લોકો અલગ અલગ જિલ્લામાંથી અહીં આવે છે.
Rinku Thakor, Mehsana: ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ સિઝનમાં ગૃહિણિઓ પોતાના કિચન માટે એક વર્ષનું મસાલા ભરાવી લેતી હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો તો એ ખાસ કરી ને મર્ચા ભરાવવાનો સૌથી સારો સમયગાળો માનવામાં આવે છે.
ગુજરાતમાં લોકો આ સીઝનમાં પોતાના ઘરે 1 વર્ષ માટેનું મરચું આ સિઝનમાં ભરાવતા હોય છે. જેમાં ખાસ કરીને જોટાણાના મરચા લોકોની પહેલી પસંદ માનવામાં આવે છે. મહેસાણા જિલ્લાના લોકો સહિત આસપાસના અનેક જિલ્લાઓના લોકો જોટાણાના મરચા લેવા અહીં આવતા હોય છે.
મહેસાણાનાં જોટાણાનું મરચું ખુબ જ જાણીતું છે, તે સ્વાદે સામાન્ય કરતાં વધારે તીખું હોય છે તેમજ તે તાસીરમાં વધારે ગરમ હોતું નથી. આ મરચું કદાચ વધારે ખવાય જાય તો એસિડિટી વગેરે જેવી સમસ્યા થતી નથી. આ કારણથી જોટાણાનું દેશી મરચું આખા ગુજરાત માં વખણાય છે.
જોટાણામાં તાલુકામાં છેલ્લા 13 વર્ષો થી મરચાંનો વેપાર કરતા વેપારી મનીષભાઈ પટેલ જણાવ્યું હતું કે જોટાણામાં ખાસ કરીને જોટાણાનું દેશી મરચું વેચાય છે.
જેનો ભાવ 300 થી 350 રૂપિયે કિલો છે. તેમજ અહી ગોંડલ પંથકનું રેવા મરચું પણ હોય છે અને પટણી મરચું જે ખૂબ તીખું હોય છે તેમજ મોટા મરચા ,રેશંપટ્ટી, કાશ્મીરી મરચું ,ટામેટા મરચું વગેરે મરચા વેચે છે.
મનીશભાઈ પોતે હળદર , ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, હીંગ પણ પોતાના ત્યાં દળી ને વેચે છે .
જોટાણા ગામ માં કુલ 10-15 મરચા માં વેપારી છે ,ને અહી પાટણ , વડોદરા, સુરત, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા માં થી લોકો મરચું લેવા માટે આવે છે ,અને લોકો ખાસ કરીને જોટાણા નું દેશી મરચું લેવાનું પસંદ કરે છે .