મહેસાણા : આજે પેટ્રોલના ભાવ (Today Petrol price in Mehsana) પ્રતિ લિટર 100.74 રૂપિયાએ પહોંચી ગયો છે અને ડિઝલના ભાવ પ્રતિ લિટર 99.87 રૂપિયા છે. આજે પ્રતિ લિટર 29 પૈસાનો વધારો થયો છે. કારમી મોંઘવારી વચ્ચે સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય વર્ગને બજેટ ખોરવાઈ રહ્યું છે, વાહનચાલકોની હાલત પણ હવે કફોડી બનતી જાય છે જ્યારે મહેસાણાના વાહન ચાલકો સાથે વાત કરતા તેમણે હૈયા વરાળ ઠાલવી હતી.
દિવસેને દિવસે પેટ્રોલના ભાવ માં ઘટાડો થયાં કરતાં વધારો થઈ રહ્યો છે. આજ થી એક વર્ષ પહેલા ગુજરાતમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 78 રૂપિયા હતાં જ્યારે આજે ગુજરાત માં પેટ્રોલ ના ભાવ પ્રતિ લિટર 100.64 રૂપિયા છે. પેટ્રોલ ના ભાવની સાથે સાથે ડિઝલનાં ભાવ માં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
લોકો નું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થતાં ખૂબ વિચારીને સાધન લઈને બહાર નીકળવું પડે છે, અને બહાર નીકળ્યા વગર ચાલે એવું હોતું નથી, શાકભાજી અને બીજી બધી રોજિંદા જીવન ની વસ્તુઓ ના ભાવ કરતાં પેટ્રોલ ના ભાવ વધારે છે. ગુજરાત માં પેટ્રોલ ના ભાવ પહેલી વાર 100 ને પાર થઈ રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં મહેસાણા માં પેટ્રોલ ના ભાવ માં પ્રતિ લિટર 2.4 રૂપિયામાં વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વચ્ચે નો તફાવત 0.94 રૂપિયા છે.