Home /News /mehsana /મહેસાણાના લોકો માટે Good news: પોસપોર્ટના કામ માટે અમદાવાદ સુધીના ધક્કા બંધ

મહેસાણાના લોકો માટે Good news: પોસપોર્ટના કામ માટે અમદાવાદ સુધીના ધક્કા બંધ

X
અમદાવાદ

અમદાવાદ ના ધક્કા ખાધાં પછી પણ કામ ન થવાથી મહેસાણા ના લોકો પર ભારે રોષ જોવા મળતો

Mehsana news: હવે થોડા સમયથી મહેસાણા શહેરમાં (mehsana news) પણ પાસપોર્ટ ઓફિસ (passport office) કાર્યરત થઈ છે જેને લઇને મહેસાણા વાસીઓને હવે પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ (Ahmedabad news) સુધી લાંબા નહિ થવું પડે મહેસાણામાં તેમનો નવો પાસપોર્ટ નીકળી જશે.

વધુ જુઓ ...
Mehsana news: જો તમારે વિદેશ જવું હોય તો સૌથી પહેલા પાસપોર્ટની (Passport) જરૂર હસે છે. નવો પાસપોર્ટ કઢાવવો હોય તો પહેલા મહેસાણા (mehsana news) વાસીઓને 75 કિલોમીટર દૂર અમદાવાદ (Ahmedabad) સુધી ધક્કા ખાવા પડતા હતા તેમાં પણ આખો દિવસનો સમય બગાડી ભારે હાલાકી ભોગવી બાદ પણ ઘણીવાર કામગીરી તો અધુરી રહેતા વારંવારના અમદાવાદના ધકકા થતા હતા. જોકે હવે થોડા સમયથી મહેસાણા શહેરમાં પણ પાસપોર્ટ ઓફિસ કાર્યરત થઈ છે જેને લઇને મહેસાણા વાસીઓને હવે પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ સુધી લાંબા નહિ થવું પડે મહેસાણામાં તેમનો નવો પાસપોર્ટ નીકળી જશે. અંદર કોઈ ભૂલ હશે તો સુધારા પણ થઈ શકશે. અહીં પાસપોર્ટ ઓફિસમાં રોજ ૭૦થી ૮૦ અરજીઓ આવી રહી છે.

મહેસાણા શહેરની પાસપોર્ટ ઓફિસ. જે બાલાકપાર્ક સોસાયટી ની નજીક પોસ્ટ ઓફિસની પાછળ ની સાઈડ આવેલી છે. પાસપોર્ટ ઓફિસ ની વેબસાઇટ બનાવવામાં આવી છે. વેબસાઈટ નો મેઈન ઉદ્દેશ્ય એ છે કે લોકો ને પાસપોર્ટ ઓફિસ વિશે જાણકારી અને માર્ગદર્શન મળી રહે. પાસપોર્ટ ઓફિસમાં જરાય ભીડ જોવા મળતી નથી અને લોકો નું કહેવું છે કે જ્યારથી પાસપોર્ટ ઓફિસ મહેસાણામાં ખૂલી છે ત્યારથી પાસપોર્ટ કરાવવાનાં, પાસપોર્ટ રિન્યૂ કરાવવાનાં અને પાસપોર્ટમાં ભૂલો હોય તો એ સુધારવાના ધક્કા જે અમદાવાદમાં ખાવા પડતાં હતાં એ ધક્કા હવે નથી ખાવા પડતાં કેમ કે મહેસાણા માં ઓફિસ બન્યા પછી એની શાંતિ થઈ ગઈ છે. અહીં ભીડ પણ બહું ઓછી જોવા મળે છે અને કામ પણ શાંતિ થી થઈ જાય છે.

પાસપોર્ટ કઢાવવા માટે ખાસ ડોક્યુમેન્ટ ની પણ જરૂર નથી હોતી. જે નોર્મલ ડોક્યુમેન્ટ બધા પાસે હોય જ છે એ જ ડોક્યુમેન્ટ થી પાસપોર્ટ નીકળી જાય છે. ફોટા પડાવવાની પણ લાઈન હોતી નથી. જ્યારે મહેસાણામાં પાસપોર્ટ ઓફિસ નહતી ત્યારે લોકોને અમદાવાદના રોજ ધક્કા ખાવા પડતાં હતાં અને એમાં પણ લોકો કહે છે કે અહીંયા થી જઈએ અને આખો દિવસ લાઈન માં ઊભા રહીએ તો પણ એમનું કામ થતું નહતું. એટલે જોવાં જતા મહેસાણાવાસીઓ માટે ઘણું સારું થયું છે જેથી અમદાવાદ ના ધક્કા ખાવા પડતા નથી અને એમના કામ સરળતા થી થઈ જાય છે.

લોકો ને તમામ પ્રકારની પાસપોર્ટ સલાહકાર સેવાઓ મળી રહે એના માટે તેમની પાસે નિષ્ણાતોની ટીમ છે, જે નવી પાસપોર્ટ અરજી, પાસપોર્ટ રિન્યુઅલ, પાસપોર્ટ સરનામું બદલી આપે અને પાસપોર્ટ ખોવાઈ જાય તો એ કરી આપે છે. એમની ટિમ જરૂરી દસ્તાવેજો અને બધી માહિતીઓનું સંપૂર્ણપણે ધ્યાન રાખે છે. મહેસાણાની પાસપોર્ટ ઓફિસ પ્રામાણિકતા, વિશ્વાસ અને વ્યાવસાયીકરણ સાથે મહેસાણા માં ખૂબ જ સારું કામ કરી રહી છે.
First published:

Tags: Gujarati News News, Mehsana news, પાસપોર્ટ, પાસપોર્ટ ઓફિસ