Home /News /mehsana /વિસનગરઃ અભિનેતા અને BJP પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા નાના ભાઈના જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, 20 જુગારી ઝડપાયા

વિસનગરઃ અભિનેતા અને BJP પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા નાના ભાઈના જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, 20 જુગારી ઝડપાયા

જુગારધામના મુખ્ય સંચાલકનું નામ હિમાંશુ રાવલ અને કિર્તીકુમાર રાવલ છે. જેમાંથી હિંમાશુ રાવલએ પરેશ રાવલના નાના ભાઈ છે જ્યારે કિર્તીકુમાર ફઈના દીકરા હોવાનું બહાર આવ્યું છે.

જુગારધામના મુખ્ય સંચાલકનું નામ હિમાંશુ રાવલ અને કિર્તીકુમાર રાવલ છે. જેમાંથી હિંમાશુ રાવલએ પરેશ રાવલના નાના ભાઈ છે જ્યારે કિર્તીકુમાર ફઈના દીકરા હોવાનું બહાર આવ્યું છે.

વિસનગરઃ કોરોના વાયરસના (coronavirus) કહેર વચ્ચે સુરતમાં ચાલતા મોટા જુગારધામ (Gambling place) ઉપર પોલીસ ત્રાટક્યાની ઘટના બાદ મહેસાણાના વિસનગરમાં પણ મોટું હાઈપ્રોફાઈલ જુગારધામ (High profile gambling) ઉપર પોલીસ ત્રાટકી હતી. મહત્વની બાદત એ છે કે આ જુગારધામના મુખ્ય સંચાલક બોલિવૂડ (Bollywood) ફિલ્મ અભિનેતા (Actor) અને ભાજપના (BJP) પૂર્વ સાંસદ (ex MP) પરેશ રાવલના (Paresh Rawal Brother) સગા નાનાભાઈ હોવાનું ખુલતા ખરભળાટ મચી ગયો હતો.

વિસનગરના મથુરદાસ ક્લબમાં કેટલાક સમયથી ચાલતા જુગારધામ પર ત્રાટકીને પોલીસે 20 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સાથે સાથે પોલીસે 1,94,103 રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. જુગારધામના મુખ્ય સંચાલકનું નામ હિમાંશુ રાવલ અને કિર્તીકુમાર રાવલ છે. જેમાંથી હિંમાશુ રાવલએ પરેશ રાવલના નાના ભાઈ છે જ્યારે કિર્તીકુમાર ફઈના દીકરા હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે વિસનગર શહેરમાં આવેલા મથુરદાસ ક્લબમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગાર ધામ પર પોલીસે રેડ પાડીને મોટા માથા એવા 20 જુગારીઓને 1,94,000ની રોકડ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી.

કેટલો મુદ્દામાલ કર્યો જપ્ત?
ક્લબની અંદર અલગ-અલગ ટેબલ પર જુગાર રમી રહેલા જુગારીઓ પાસેથી પોલીસે 16 મોબાઈલ અને 3 વાહનો મળી 6 લાખ 33 હજાર 500નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

જુગારીઓને ઈકોમાં લવાતા હતા
વધુ મળતી માહિતી પ્રમાણે વિસનગર, નાના ચિલોડા, અમદાવાદ, પુદ્રાસણ-ગાંધીનગર, વાવોલ-ગાંધીનગર, ગોઝારીયા, રાજકોટ, જોધપુર-અમદાવાદ, સરખેજ-અમદાવાદ, મહેસાણા, ઇસનપુર-અમદાવાદ, મુંબઈ, લાંઘણજ, નવા વાડજ-અમદાવાદ જેમાં અમદાવાદ અને ગાંધીનગર થી બે ઈકો ગાડીમાં બહારથી જુગારીયાઓને જુગાર રમવા વિસનગર લઈ આવ્યા હતા. જે પોલીસે પકડયા તેમાં બે ઇકો ગાડી બહારથી આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે દિવસમાં સોનામાં રૂ.1100 અને ચાંદીમાં રૂ.6300નો ભાવ વધારો, ફટાફટ જાણીલો નવા ભાવ

કિર્તી કલબનો ટ્રસ્ટી
મથુરદાસ ક્લબમાં હિમાંશુ રાવલ અને કિર્તી રાવલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. આ કલબમાં કિર્તી રાવલ ટ્રસ્ટી છે, જ્યારે પરેશ રાવલનો મુંબઇ રહેતો ભાઇ હિમાંશુ લોકડાઉનમાં વિસનગર આવ્યો હતો. અહીં વિસનગર ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદથી શોખિનો જુગાર રમવા આવતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં માનવતા મહેકી! સામાન્ય પરિવારોના ઘરે જઈ સરકારી શિક્ષકો બાળકોને આપી રહ્યા છે શિક્ષણ

આ પણ વાંચોઃ-આવા ઠગથી સાવધાન! ઓઈલ કંપનીમાં નોકરી લેવા જતાં સુરતની મહિલા સાથે થઈ રૂ.32 હજારની ઠગાઈ

આ 20 જુગારીઓને ઝડપ્યા હતા
રાવલ કિર્તી રમણિકલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર)
રાવલ હિમાંશુ ડાહ્યાલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર)
લાલવાણી નરેન્દ્ર પ્રિતમદાસ (અમનદીપ ફ્લેટ, નાના ચિલોડા)
ઠાકોર ભુપતજી જવાનજી (પુન્દ્રાસણ, તા.ગાંધીનગર)
ઠાકોર ભરતજી શકુજી (પુન્દ્રાસણ, તા.ગાંધીનગર)
પરમાર રમેશ ગણેશભાઇ (વાવોલનડીયા, તા.ગાંધીનગર)
પટેલ કેતન ભાયચંદભાઇ (ગોઝારિયા, તા.મહેસાણા)
પરમાર કલ્પેશ ગાભાભાઇ (સેક્ટર-13, ગાંધીનગર)
વાઢેરપરિમલ બાબુભાઇ (અક્ષર સોસાયટી, ગોઝારિયા)

પરીખ નિલેશ જ્યંતિલાલ (સુદર્શન સોસાયટી, અમદાવાદ)
કુરેશી મહેબુબમીયાં ભાઇમીયાં (ફતેવાડી, અમદાવાદ)
પટેલ કનુ પ્રહલાદભાઇ (લાંઘણજ, તા.મહેસાણા)
શાહ રાજુ નંદલાલ (સ્વામિનારાયણ ફ્લેટ, ઇસનપુર)
પટેલ બળદેવ મગનભાઇ (લાંઘણજ, તા.મહેસાણા)
પરમાર વિનુ ગોકળદાસ (દીપરા દરવાજા, વિસનગર)
પરમાર અજય નંદુભાઇ (લાંઘણજ, તા.મહેસાણા)
સોની ગીરીશ બાબુભાઇ (નવાવાડજ, અમદાવાદ)
પટેલ પ્રવિણ જ્યંતિલાલ (દીપરા દરવાજા, વિસનગર)
કોલી ભૈયા પરશુરામ ઉર્ફે કિશન બરખુરામ (વિસનગર)
નાયી ભાણજી પશાભાઇ (વિજયનગર સોસાયટી, વિસનગર)
First published:

Tags: Gambling place, Paresh rawal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો