Home /News /mehsana /મહેસાણાઃપતિએ ચારિત્ર પર શંકા કરતા પત્નીનું અગ્નિસ્નાન
મહેસાણાઃપતિએ ચારિત્ર પર શંકા કરતા પત્નીનું અગ્નિસ્નાન
મહેસાણા : મહેસાણા જિલ્લામાં સ્ત્રી પર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ખેરવા ગામે રહેતી 22 વર્ષીય પરણિતાએ શંકાશીલ પતિના ત્રાસથી અગ્નિસ્નાન કરવું પડ્યું છે. સમાજ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. મહિલાને વિસનગરના ખંડોસણ ગામે પરણાવાઇ હતી. ખેરવામાં મજૂરી કરતી આ મહિલા પર પતિ શંકા રાખી ત્રાસ આપતો હતો.

બેચરાજી તાલુકાના આદીવાળા ગામની મહિલાને વિસનગર તાલુકાના ખંડોસણ ગામે પરિવાર દ્વારા સમાજના રીત રીવાજ મુજબ પરણાવવામાં આવી હતી.મૃતક મહિલા મહેસાણાના ખેરવા ગામે આવેલ લીંબુડીની વાડીમાં તેના પતિ સાથે મજુરી કામે રહેતી હતી જ્યાં તેના પતિ ધ્વારા અવાર નવાર તેના ચારિત્ર પર ખોટી શંકાઓ કરી મહિલાને માનસીક ત્રાસ આપતા પોતાના પતીના દૂર વ્યવહારથી પરેશાન થયેલ મહિલા માનસીક તનાવમાં આવી પોતાના જ શરીર પર જવલનશીલ દ્રવ્ય છાંટી સળગી જતા તેને મહેસાણા સિવિલના ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જોકે ગંભીર રીતે દાજેલી આ મહિલાને હાજર તબીબે મૃત જાહેર કરતા પોલીસ દ્વારા પીએમ કરાવી મહિલાના પતિ વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.