Home /News /mehsana /કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે અને ગૃહમંત્રીએ શાંતી જાળવવાની કરી અપીલ

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે અને ગૃહમંત્રીએ શાંતી જાળવવાની કરી અપીલ

ઉત્તર ગુજરત તરફ જતી એસટી બસો બંધ કરવાની ફરજ પડી...

ઉત્તર ગુજરત તરફ જતી એસટી બસો બંધ કરવાની ફરજ પડી...

પદ્માવત ફિલ્મના રિલીઝને લઈ રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે કરણીસેનાના કાર્યકરોને શાંતી જાળવવાની અપીલ કરી છે. શેખાવતે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા જાળવો, સરકારી વાહનોને નિશાના પર ન લો, કોઈના જાન-માલને નુકશાન ન પહોંચાડો, નહીં તો હું પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દઈશ.

આ બાજુ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ રાજપુત સમાજને શાંતી જાળવવાની અપિલ કરી છે. બીજીબાજુ રાજ્યના ડીજીપીએ પણ લોકોને શાંતી જાળવવાની અપીલ કરી છે અને કહ્યું કે, વિરોધ એકદમ નિરર્થક છે. જો કોઈ વિરોધના નામે ગુંડાગીરી કરશે તો તેમના સામે કડક પગલા ભરવામાં આવશે.

ઠેર ઠેર વિરોધ પ્રદર્શનને લઈ. એસટી બસ સેવાને પણ અસર પહોંચી છે. એક બે જગ્યાએ સરકારી વાહનોમાં આગ ચંપીના પણ બનાવ બન્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ રોડ ચક્કાજામના દર્શ્યો પણ સર્જાયો છે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા ત્રણ ઘણી વધારવાની જાહેરાત કરી છે. દરેક વાહનોમાં વીડિયોગ્રાફી કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રાજપુત સમાજ દ્વારા વિરોધપ્રદર્શનના પગલે એસટી બસ મુસાફરો અટવાયા છે, કેટલીક જગ્યાએ એસટીના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. મહેસાણામાં એસટી સેવા બંધ કરવામાં આવી છે. જેથી ઉત્તર ગુજરત તરફ જતી એસટી બસો બંધ કરવાની ફરજ પડી છે.
First published:

Tags: Faridabad, Housefull, Karni sena, Padmavat, Rohtak