મહેસાણા: આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતિ (152nd Birth Anniversary of Mahatma Gandhi) નિમિતે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલીનો મેઈન હેતુ ફિટનેસ હતો. આ રેલીનું આયોજન મહેસાણાના એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આઝાદીનાં 75 વર્ષ અને એની સાથે વિશ્વ ને A cycling for life અને A life for cycling એ સંદેશ સાથે મહેસાણા જિલ્લામાં કાર્યક્રમ આયોજીત કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાનાં કલેક્ટર ઉદિત અગ્રવાલ, DDO J.B. Patel , જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમપ્રકાશ , ડૉ. મુકેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.
સાયકલ રેલીનો રૂટ બિલાડીબાગ, માનવ આશ્રમ, ડૉ. આંબેડકર બ્રિજ, રામોસણા ચોકડી, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી, ભમ્મરીયું નાળું, આઝાદ ચોક, પરા ટાવર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ હતો. મહેસાણા જિલ્લો સમગ્ર ભારતમાં અનેક કાર્યક્રમોમાં આગળ રહ્યો છે. લોકોને જાગૃત કરવા માટે મહેસાણામાં Cycling જેવાં આવાં બધાં પ્રોગ્રામ કરીને જનજાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો. આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય એ હતો કે cycling થી ફિટનેસ અને એક ક્લિન ઇન્ડિયાની ઇમેજ ઊભી થાય. ડૉ. ઓમપ્રકાશ સાહેબએ કહ્યું કે, cycling કરવું health માટે બહું જરૂરી છે, અત્યારે જે પ્રકારનું polution અને nutrition છે એવામાં cycling કરવું જરૂરી છે.
આજનાં સંદર્ભમાં ફક્ત દેશને આઝાદી મળી એના માટે જ નહીં, પરંતુ આઝાદી કુપોષણ થી, ગેરસમજથી અને બીજી કેટલીય વસ્તુઓ થી જરૂરી છે. આ એક મેસેજ બહાર જાય એના માટે cycling નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાયકલની રેલીમાં Cycling કલબનાં સભ્યો પણ જોડાયા હતા. નોંધનીય છે કે, ગાંધીજયંતી નિમિત્તે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સાયકલ રેલીનું આયોજન સવારે 6:30 કલાકે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનો અને શહેરીજનો પણ જોડાયા હતા.