Home /News /mehsana /Mehsana: ચકલીઓના રક્ષણ માટે આ ગ્રુપ કરશે આ વસ્તુઓનું મફત વિતરણ, આ સ્થળે પહોંચી જજો

Mehsana: ચકલીઓના રક્ષણ માટે આ ગ્રુપ કરશે આ વસ્તુઓનું મફત વિતરણ, આ સ્થળે પહોંચી જજો

નિજાનંદ ગ્રૂપ પ્રકૃતિ મંડળ નું પક્ષી માટે નો સેવા યજ્ઞ.

મહેસાણા જિલ્લામાં નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરીવાર છેલ્લાં 7 વર્ષથી પક્ષીઓ માટે રહેવાના માળા, પાણી માટેનાં કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરે છે, ગયા વર્ષે લગભગ 1500 જેટલા કુંડા તેમજ માળાનું નિ:શુલ્ક વિતરણ ચકલી દિવસ અંતર્ગત કર્યું હતું જેથી લોકો પણ ઉનાળા માં પક્ષી ઓ તેમજ પશુ માટે પાણી મૂકી સકે .

વધુ જુઓ ...
Rinku Thakor, Mehsana: વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહેસાણાના નિજાનંદ ગ્રુપ તરફથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. 20 માર્ચ એ આપણે ચકલી દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારે વિશ્વ ચકલી દિવસના ભાગરૂપે મહેસાણાની નિજાનંદ ગ્રુપ દ્વારા ચકલીઓ ને ઉનાળાથી બચાવવા તારીખ 19 માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી લઈ બપોરના 12 વાગ્યા સુધી સમર્પણ ચોક ,હનુમાન દાદાનાં મંદિર પાસે , ધોબીઘાટ જગ્યાએ પાણીના કુંડા અને માળાનું વિતરણ કરશે.

આપણે દર વર્ષે 20 માર્ચને ચકલી દિવસ તરીકે ઉજવીએ છીએ. ચકલી વિશેની વાત કરીએ તો આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલીઓનો અસ્તિત્વ જોખમમાં છે.



ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠ્યપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.



મહેસાણા જિલ્લામાં નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરીવાર છેલ્લા 7 વર્ષથી સતત બાર માસ પક્ષીઓ માટે રહેવાના માળા, પાણી માટેના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરતા હોય છે .



તેમને ગયા વર્ષે લગભગ 1500 જેટલા કુંડા તેમજ માળાનું નિ:શુલ્ક વિતરણ ચકલી દિવસ અંતર્ગત કર્યું હતું જેથી લોકો પણ ઉનાળામાં પક્ષીઓ તેમજ પશુ માટે પાણી મૂકી શકે .



મહેસાણા જિલ્લામાં નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ આ વર્ષે પણ ખાસ ચકલી દિવસ અંતર્ગત 1500થી વધારે ચકલીના માળા તેમજ પાણી માટેના કુંડાનું વિતરણ કરવાનું કામ કરવાના છે. જે ખૂબ જ સરાહનીય કામગીરી છે .



તારીખ 19 માર્ચ રવિવારનાં રોજ સવારે 9 વાગ્યા થી 12 વાગ્યા સુધીમાં સ્થળ સમર્પણ ચોક ,હનુમાન દાદાનાં મંદિર પાસે , ધોબીઘાટ જગ્યા એ કુંડા નું વિતરણ કરવાનાં છે. જેનો લાભ લેવા નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળનાં કૌશિકભાઇ રાવલે મહેસાણા વાસીઓને ત્યાં આવવા અને આ સેવાકાર્યમાં ભાગ લેવા અપીલ કરી છે .

શું તમે પણ આવું અલગ કામ કરો ? તમે પણ લોકો ને સારા કામ.માટે પ્રેરવા માંગો છો ? હા તો 9904540719 Rinku news18 mehsana નો સંપર્ક કરો અમે તમારું કામ લોકો સુધી પહોંચાડીશું.
First published:

Tags: Birds, Local 18, Mahesana

विज्ञापन