મહેસાણામાં રામસેવા સમિતિનાં દ્રારા શ્રી રામ ભગવાનની રથયાત્રા નીકળશે.
મહેસાણામાં આ વર્ષે રામનવમીના દિવસે 42 મી રથયાત્રા નીકળશે.જેમાં ગજરાજ, ઘોડા, વેશભૂષાનાં કલાકારો વગેરે આકર્ષણનું કેન્દ્ર રહેશે.મહેસાણામાં 1982થી રથયાત્રા, શોભાયાત્રા નીકળવાની શરૂઆત કરાઈ હતી.
Rinku Thakor, Mehsana: મહેસાણામાં રામ નવમીમાં દર વર્ષે રામ ભગવાનની રથયાત્રા ધામ ધૂમથી નીકળતી હોય છે.આ વર્ષે પણ મહેસાણા જિલ્લાના રામ સેવા સમિતિ દ્વારા મહેસાણા જિલ્લામાં શ્રી રામ ભગવાનની રથયાત્રા નીકળશે. જેમાં ગજરાજ, ઘોડા, વેશભૂષાનાં કલાકારો વગેરે આકર્ષણનું કેન્દ્ર રહેશે.એવું માનવામાં આવે છે કે મહેસાણા જિલ્લામાં નીકળતી આ સૌથી જૂની રથયાત્રા છે.
આ વખતે 42 મી રથયાત્રા નીકળશે
મહેસાણામાં 1982થી રથયાત્રા, શોભાયાત્રા નીકળવાની શરૂઆત કરાઈ હતી જેનું સંચાલન રઘુવીર સિંહ શેખાવત દ્વારા કરવામાં આવે છે અને તેમાં બીજા 200 થી 250 જેટલા રામ સેવા સમિતિના કાર્યકરો વર્ષોથી સેવા આપે છે .આ વખતે રામ નવમીની 42 મી રથયાત્રા નીકળશે.
આ હશે મુખ્ય આકર્ષણ
આ વર્ષે રામનવમી બપોરે 2 વાગે તોરણવાળી માતાના ચોકેથી પ્રસ્થાન કરશે અને રાત્રે 10 વાગે સુધીમાં ભ્રમણ કરીને નીજ સ્થાને ફરશે. આ રથયાત્રામાં લોકોનું મુખ્ય આકર્ષણ ગજરાજ અને ભારત માતા રહેશે.
આ યાત્રામાં 150થી વધુ બાળકો અને વડીલો વેશભૂષામાં જોડાશે, સાથે સાથે અખાડા નાં સભ્યો પણ પોતાનું કરતબ બતાવશે.
રથયાત્રા માટે 3 મહિના પહેલા તૈયારી ચાલુ કરી દેવા માં આવે છે અને રામ સમિતિ દ્વારા 36 અલગ અલગ ટુકડી બનાવવામાં આવી છે.