Home /News /mehsana /Mehsana: ચૈત્રી નવરાત્રીના પ્રારંભે બહુચરાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિની શરૂઆત, માઈ ભક્તોએ દર્શનનો લાવો લીધો

Mehsana: ચૈત્રી નવરાત્રીના પ્રારંભે બહુચરાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિની શરૂઆત, માઈ ભક્તોએ દર્શનનો લાવો લીધો

બહુચરાજી મંદિર માં માતાજીની દિવ્યમૂર્તિ, સવારીનાં વાહનો સહિતનું પ્રક્ષાલન કરાયું

આજે સવારે 7-30 કલાકે મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન કરાયું.આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે અને મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજી ના મંદિર માં  ચૈત્રી નવરાત્રીમાં માતાજીની દિવ્યમૂર્તિ, સવારીના વાહનો સહિતનું પ્રક્ષાલન કરાયું હતું.

વધુ જુઓ ...
Rinku Thakor, Mehsana: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા વિવિધ દેવી દેવતાઓના મંદિરમાં ભક્તોના ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડ્યા છે. ત્યારે આજે ચૈત્રી નવરાત્રી દિવસે બહુચરાજી માતાજીના મંદિરે દૂરદૂરથી પધારેલા માઈભક્તોએ પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા.

માતાજીની દિવ્યમૂર્તિ, સવારીના વાહનો સહિતનું પ્રક્ષાલન કરાયું

આજે સવારે 7-30 કલાકે મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન કરાયું. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે અને મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રિમાં માતાજીની દિવ્યમૂર્તિ, સવારીના વાહનો સહિતનું પ્રક્ષાલન કરાયું હતું .

દૂરદૂરથી પધારેલા માઈભક્તોએ પ્રક્ષાલન વિધિમાં જોડાયા

ચૈત્રી નવરાત્રી પૂર્વે તીર્થધામ બહુચરાજી ખાતે બહુચર માતાજીના મુખ્ય મંદિર સહિતના તમામ મંદિરોમાં મંગળવારે બપોરે 12 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી પ્રક્ષાલન વિધિ કરાઇ હતી.

આ પણ વાંચો: જાહેર રજાના દિવસે અમદાવાદીઓ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા દોડ્યા

મા બહુચરના મુખ્ય મંદિર અને વરખડી વાળા મંદિરમાં કરવામાં આવતી પ્રક્ષાલન વિધિનું વિશેષ મહત્વ હોઈ સ્થાનિક માઈભક્તો સાથે દૂરદૂરથી પધારેલા માઈભક્તોએ પ્રક્ષાલન વિધિમાં જોડાઈ સેવાનો લાભ લીધો હતો.



માતાજી ની પ્રક્ષાલન વિધિ કરાઈ

માતાજીના ગોખ, મૂર્તિ, માતાજીની સવારીના વાહનો, શસ્ત્રો, આસન અને પૂજા વિધિમાં વપરાતી તમામ ચીજવસ્તુઓની પ્રક્ષાલન વિધિ કરાઈ હતી. દરમિયાન, ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે બુધવારે સવારે 7-30 કલાકે વહીવટદારના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી.
First published:

Tags: Chaitra navratri, Local 18, Mahesana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો