Home /News /mehsana /Mehsana: ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુંની 5,545 બોરીની આવક, ખેડૂતોને આટલા ભાવ મળ્યા

Mehsana: ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુંની 5,545 બોરીની આવક, ખેડૂતોને આટલા ભાવ મળ્યા

X
ઉનાવા

ઉનાવા માર્કેટ યાર્ડમાં આજે તમાકુંની 5545 બોરીની આવક ભાવ માં સ્થિરતા જોવા મળી.

ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકું સહિત, કપાસ એરંડા, રાયડા પાકની આવક શરૂ થઈ ગઈ છે. હાલમાં ખેડૂતોને તમાકુંની 5, 545 બોરીની આવક થઈ હતી. લકા માલના 701 રૂપિયા સુધી પ્રતિ મણ તેમજ સારી ગુણવત્તા વાળા માલનાં 1, 811રૂપિયા પ્રતિ મણ ભાવ નોધાયો હતો.

વધુ જુઓ ...
મહેસાણા: જિલ્લાનાં ઉનાવા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ તમાકુ અને કપાસની આવક આવે છે. ઉનાવા માર્કેટયાર્ડ ઉત્તર ગુજરાતનાં સૌથી વધારે તમાકું અને કપાસનાં પાક આવે છે. યાર્ડમાં રોજની હજારો બોરી જેટલોની તમાકુની સરેરાશ આવક નોંધાય છે. હવે આવકની પિક ચાલું થતાં સિઝનમાં રોજની 95 હજાર બોરી જેટલી આવક નોંધાઇ હતી. આજે તમાકુનાં ઊંચા ભાવ 1811 રૂપિયા નોંધાયો હતો .આવકમાં વધારો થતાં ભાવમાં સ્થિરતા જોવા મળી છે.

કપાસ અને એરંડાની આવક

ઉનાવા માર્કેટ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને તમાકુ સહિતના પાકો વેચાણ અર્થે લઇને ઉમટી પડ્યા છે .ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 361 બોરીની આવક નોંધાઇ હતી જેનો નીચો ભાવ રૂપિયા 1069 અને ઊંચો ભાવ 1158 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો, સાથે સાથે કપાસની 8 ગાડીની આવક થઈ હતી, જેનો ભાવ 1300 પ્રતિ મણથી 1608 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો, ભાવ સ્થિર જોવા મળ્યો હતો .

આ પણ વાંચોઃ અમદાવાદના અમરાઈવાડીમાં ભક્તના ઘરે બપોરનું ભોજન કરશે ધીરેન્દ્ર શાસ્ત્રી, શું છે મેનુ?

માર્કેટ યાર્ડ શરૂ થતાની સાથે આજે તમાકુ ની લગભગ 5545 બોરીની આવક નોંધાઇ હતી. આ અઠવાડિયે તમાકુનાં ઉપરના ભાવ માં રૂપિયા 200થી 300નો ધટાડો જોવા મળ્યો હતો. આવકનાં વધારા સાથે ભાવ માં ધટાડો જોવા મળ્યો છે .

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ તમાકુ સહિતનો પાક વેચવા ખેડૂતો ઉમટી પડ્યા હતા .હરાજી શરૂ થતાં કપાસ , એરંડા, રાયડા અને તમાકુ સહિત પાકોની નોંધપાત્ર આવક રહી હતી.

તમાકુ નો આજ નો ભાવ 701થી 1811 રૂપિયા જોવા મળ્યો

ઉનાવા માર્કેટ યાર્ડ માં તમાકુ ની આજે 5545 બોરીની આવક થઈ છે. જેના હલકા માલના 701 રૂપિયા સુધી પ્રતિ મણ તેમજ સારી ગુણવત્તા વાળા માલ નાં 1811રૂપિયા પ્રતિ મણ ભાવ નોધાયો હતો .તમાકુંનાં ભાવમાં એકદરે ધટાડો જોવા મળી છે.
First published:

Tags: Local 18, Mehsana news