Rinku thakor, mahesana: મહેસાણા તાલુકાના ગોકળગઢ ગામના નીતાબેન ચૌધરી પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના તબેલામાં 60 એચએફ ગાય અને 11 ભેંસ છે. રોજનું રૂપિયા 10 હજારનું દૂધ ભરાવે છે. વર્ષીક 35 લાખની આવક થાય છે. ખર્ચ કાઢતા 17 લાખ રૂપિયા વધે છે.
અદ્યતન પધ્ધતિથી પશુપાલન કરે છે
ગ્રામીણ ખેડૂતો પશુપાલનના વ્યવસાયથી વિમુખ થઈ રહ્યા છે. ત્યારે મહેસાણા તાલુકાના ગોકળગઢ ગામના નીતાબેન ચૌધરીએ શ્વેત ક્રાંતિ ક્ષેત્રે મહિલાઓને પ્રેરક બળ પૂરું પાડયું છે. નીતાબેન ચૌધરી પ્રતિ દિન રૂપિયા 10 હજાર લેખે વાર્ષિક રૂપિયા 35 લાખની દૂધની આવક ઉભી કરી છે.
જેમાંથી તેણીને વાર્ષિક રૂપિયા 17 લાખનો નફો મળે છે. પોતાના તબેલામાં 60 એચએફ ગાય અને 11 ભેંસ છે. શરૂઆતમાં નીતાબેન દેશી પદ્ધતિથી પશુપાલન કરતા હતા. પરંતુ ખેતીવાડી વિભાગમાંથી તાલીમ મેળવ્યા બાદ અદ્યતન પધ્ધતિથી પશુપાલન કરે છે.
નીતાબેનને અનેક એવોર્ડ મળ્યા છે
મહેસાણાના ગોકળગઢ ગામમાં નીતાબેન હીરાભાઈ ચૌધરીએ સ્વયં પશુપાલનનો વ્યવસાય સ્વીકાર્યો છે. 40 વર્ષના નીતાબેન પશુપાલન કરે છે. અત્યારે દૂધના ઉત્પાદનથી વર્ષ 35 લાખની આવક મેળવે છે.સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે નીતાબેનને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આત્મા સંસ્થા દ્વારા એવોર્ડ અપાયો હતો અને રૂપિયા 25,000 નું ઇનામ આપવામાં આવ્યું હતું.
દરરોજનું 23 લિટર દુધ આપતી મહેસાનવી ભેંસ
નીતાબેન ચૌધરી પાસે મહેસાનવી ભેંસ છે. આ ભેંસ રોજનું 23 દૂધ આપે છે. આ ભેંસ માટે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ દુધ આપતી ભેંસમાં ત્રીજો ક્રમ મેળવનાર છે અને 20 હજાર રૂપિયાનું ઇનામ મળ્યું હતું. તેમની પાસે 71 દુધાળા પશુ છે. જેમાં 11 ભેંસ છે.
પશુઓ માટે 10 વીઘામાં ઘાસચારાનું વાવેતર
નીતાબેને જણાવ્યું હતું કે, પશુ માટે 10 વીઘામાં ઘાસચારાનું વાવેતર કરે છે. સવારે ચાર વાગ્યે જાગી જાય છે. દિવસભર પશુઓની માવજત કરે છે. તેમજ જરૂર પડ્યે તબીબની મદદ લે છે.
જો તમારા ધ્યાન માં એવા પ્રગતિશીલ ખેડૂત હોય તો અમને આ નંબર પર જણાવો 9904540719 ,અમે તેઓની મુલાકાત લઈશું.