Home /News /mehsana /Mehsana: અહીં બનશે વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ, આ કોમના લોકોએ જમીન આપી દાનમાં
Mehsana: અહીં બનશે વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ, આ કોમના લોકોએ જમીન આપી દાનમાં
વડનગરના મુસ્લિમ સમાજ ના લોકો એ મ્યુઝિયમ માટે જમીન આપી.
વડનગરનાં સેભરવાડામાં વર્લ્ડ કલાક અંડરગ્રાઉનડ મ્યુઝિયમ બનનાર છે. આ મ્યુઝિયમ માટે મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનની 240 ચોરસ મીટર જમીન આપી છે. અગ્રણિઓએ કહ્યું કે,મોદીનાં સપના માટે ભાગીદારી કરવા સહિયોગ આપીએ છીએ.
વડનગરમાં થઈ રહેલા વિકાસ કામો પૈકી અમરથોળ નજીક બનનારા વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે બાજુમાં આવેલા કબ્રસ્તાનની કેટલીક જમીનની જરૂરિયાત હોઇ મામલતદાર આર.ડી. અઘારાના પ્રયાસોથી સેભરવાડાના મુસ્લિમ બિરાદરો વિકાસના કામોમાં સહભાગી થવા કબ્રસ્તાનની 240 ચોરસ મીટર જમીન આપવા સહમત થયા હતા.
નરેન્દ્ર મોદીના સપના માટે ભાગીદારી કરવા સહિયોગ આપીએ છીએ
સમાજના અગ્રણીઓની હાજરીમાં પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણા, મામલતદાર, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી સહિતની હાજરીમાં જમીન સોંપવાની પ્રક્રિયા કરાઇ હતી. આ અંગે મુસ્લિમ અગ્રણી યુસુફભાઈએ જણાવ્યું હતુ કે,
વડા પ્રધાન નરેન્દ્રભાઈના સપનાનું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બની રહ્યું છે, કબ્રસ્તાન ની થોડી જમીન આપી વિકાસના કામોમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે. અમારા માટે બહુ જ ગૌરવની બાબત છે. બિરાદરોએ કહ્યું, શહેરના વિકાસમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે.