કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણાના (Mehsana) બાયપાસ રોડ (bypass road) ઉપર એક અજાણી યુવતીની સળગાવેલી હાલતમાં (girl dead body) લાશ મળી આવી હતી. આ ઘટના બાદ મહેસાણા પોલીસે (Mehsana) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને ગણતરીના કલાકોની અંદર યુવતીની હત્યાના કેસનો ભેદ (Mehsana murder case) ઉકેલી દીધો હતો. યુવતીની હત્યા કરનાર મૃતક યુવતીની માતાનો પ્રેમી (girl mother boyfriend) નીકળ્યો હતો. જેણે યુવતીના માથા પર હથોડીથી (Hammer attack) વારંવાર પ્રહાર કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.
યુવતીની અર્ધબેળી નગ્ન હાલતમાં મળી હતી લાશ મળતી માહિતી પ્રમાણે ગત 30 તારીખે બાયપાસ રોડ પાસે આશરે 20 વર્ષની ઉંમરની યુવતીની અર્ધબળેલી નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. નુગર ગામની સીમમાં યુવતીની લાશની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. યુવતીની ઓળખ કરવા માટે પોલીસની એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમો કામે લાગી ગઈ હતી.
પોલીસે યુવતીની ઓળખ માટે તમામ માધ્યમોનો લીધો સહારો પોલીસે યુવતીની ઓળખ કરવા માટે દરેક બાજુએ કામ ચાલું કર્યું પોલીસે યુવતીના ફોટો સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા સહિતના તમામ માધ્યમો ઉપર ફરતા કરીને યુવતીની ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પોલીસે જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી સિદ્ધપુરના ભીમનગરની રહેવાસી છે. જે 28-11-2021ના રોજ રાત્રે ઘરેથી નીકળી ગઈ છે પરંતુ પરત ફરી નથી.
પિતા વીંટી, કાંડા ઘળિયાર અને કડા પરથી પુત્રીને ઓળખી લીધી ત્યારબાદ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું. યુવતીનું નામ ભુમી સતેન્દ્રસીંહ જાટ છે તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢના ખેર તાલુકાનો રહેવાશી છે. પોલીસે યુવતીની લાશનો ફોટો, ડાબા હાથની ડી લખેલી વીંટી, કાંડા ઘળિયાર, જમણા હાથમાં પહેરેલું કડું તેમજ બી લખેલી વીંટીના આધરે પિતાએ પુત્રીની ઓળખ કરી હતી.
ભૂમી 28-11-2021ના રોજ પરેશ સાથે ગઈ હતી ત્યારબાદ પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ભુમી ગઈ તા .28 /11 /21 ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના સુમારે મારા મિત્ર પરેશભાઈ ઠાકોરભાઈ જોષી જે ચાણસ્મા રહે છે તેની સાથે તેની બલેનો ગાડીમાં ગઈ હતી. જે ઘરે પરત આવેલી ન હોય મારી દીકરી ભુમીને મારા મિત્ર પરેશભાઈ ઠાકોરભાઈ જોષી રહે ચાણસ્માવાળાએ મારી નાખેલ છે તેવો મને શક છે.
માતાનો પ્રેમી જ પુત્રીની હત્યાનો આરોપી નીકળ્યો તે આધારે પરેશભાઈ ઠાકોરભાઈ જોષી રહે હાલ ચાણસ્મા તા.ચાણસ્મા જી.પાટણવાળાને લાવી પુછપરછ કરતાં તેને ગુનાની કબુલાત કરી હતી કે હોય અને આ કામના આરોપી પરેશ એ આ કામની મરણજનારની માતા કામીની સાથે પ્રેમસંબધ હોય અને તેને કામીનીને ઘરખર્ચના પૈસા આપતો હોય તેમજ તેની છોકરી ભુમીના ખર્ચા પણ કરતો હતો.
પ્રેમિકા માતા સાથે પુત્રીના ખર્ચા ન કરવા પડે માટે પુત્રીને હટાવી દીધી પરંતુ ભુમીના ખર્ચા કરવા ન પડે તે સારું ભુમીને ગઈ તા 28 /11 /21ના રોજ રાત્રીના આશરે આઠેક વાગે સિધ્ધપુર ખાતેથી તેની બલેનો ગાડીમાં મહેસાણા જવાનું કહી નીકળેલ અને નુગર બાયપાસ સર્કલ ખારી નદીના બ્રીજ નીચે અવવારું જગ્યાએ બાવળની ઝાડીમાં આ ભુમીને ગાડીમાંથી નીચે ઉતારી માથામાં લોખંડની હથોડીથી ઉપરા ઉપરી ઘા મારી મોત નીપજાવી તેને તેના ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાની કુબલાત કરી હતી.આમ પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.