યોગ માં મહેસાણા ની પૂજા પટેલ ને ગોલ્ડ મેડલ જીત્યો.
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાની યોગીની પૂજા પટેલે ભાગ લીધો હતો. પાંચ જિલ્લાનાં સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે વિજેતા બની હતી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Rinku Thakor, mehsana: ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલની સ્પર્ધામાં મહેસાણા જિલ્લાનું પ્રતિ નિધિત્વ કરતી યોગીની પૂજા ઘનશ્યામભાઈ પટેલે ફિમેલ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.આ સ્પર્ધામાં પાંચ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, અને મહીસાગર જિલ્લાઓનો સમાવેશ થતો હતો.
કુલ 30 સ્પર્ધર્કોની વચ્ચે મહેસાણાની પૂજા પટેલ પ્રથમ ક્રમે વિજેતા
દરેક જિલ્લામાં 6-6 સ્પર્ધકો મળી કુલ 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મહેસાણા જિલ્લાની પૂજા પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલની યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર મહેસાણા જિલ્લાની યોગીનીને રૂપિયા 21,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તેણે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.મેડલ વિતરણ મેયર હિતેશભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ જાનીના હસ્તે કરાયું હતું. મહેસા ણા જિલ્લાની યોગ ટીમના કોર્ડીનેટર તરીકે અજિતભાઈ પટેલે જવાબદારી નિભાવી હતી. પૂજા પટેલે ફરી એકવાર યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.