નવી દિલ્હીઃ ગુજરાતના વડગામના (Vadgam) ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને (MLA Jignesh Mevani) કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા કોર્ટે (Mehsana court) ગુરુવારે મેવાણીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. આ સાથે મેવાણી પર એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી સહિત કુલ 12 લોકોને કોર્ટે સજા ફટકારી છે. પરવાનગી વિના રેલી યોજવા બદલ તમામ લોકોને દોષી ઠેરવતા કોર્ટે આ સજા સંભળાવી છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સાથે NCP નેતાઓ રેશ્મા પટેલ અને સુબોધ પરમારને પણ કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. લગભગ 5 વર્ષ બાદ આ મામલે કોર્ટ તરફથી નિર્ણય આવ્યો છે. અપરાધીઓએ 2017માં પરવાનગી વિના સ્વતંત્રતા માર્ચ રેલીનું આયોજન કર્યું હતું.
જીગ્નેશ મેવાણી, એનસીપીના નેતાઓ રેશ્મા પટેલ અને સુબોધ પરમાર પર સરકારની સૂચનાનું ઉલ્લંઘન કરીને રેલીનું આયોજન કરવાનો આરોપ હતો. હાલ જીગ્નેશ મેવાણી જામીન પર બહાર છે. પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે તેની ધરપકડ કરી હતી. જિજ્ઞેશ મેવાણીની સાથે કોર્ટે તમામ આરોપીઓને એક-એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
મહેસાણા કોર્ટે 2017ની સ્વતંત્રતા માર્ચ રેલીના સંદર્ભમાં આ સજા સંભળાવી હતી. આઝાદીની કૂચ પરવાનગી વિના કાઢવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે NCPના નેતા રેશ્મા પટેલે કહ્યું કે, 'અમે કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ, પરંતુ લોકો માટે ન્યાય માંગવો એ પણ ભાજપના શાસનમાં ગુનો છે. ભાજપ કાયદાનો ખોટો ડર બતાવીને અમારો અવાજ દબાવી ન શકે. અમે હંમેશા લોકોના ન્યાય માટે લડીશું.
કોર્ટે કહ્યું આદેશ પસાર કરતાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એ.પરમારે જણાવ્યું હતું કે રેલી કરવી એ ગુનો નથી. પરંતુ પરવાનગી વિના રેલી કરવી એ ગુનો છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કોર્ટના આદેશનો અનાદર કરવો ક્યારેય સહન કરી શકાય નહીં.
" isDesktop="true" id="1206172" >
આ કેસ છે 12 જુલાઇ 2017 ના રોજ, જીગ્નેશ મેવાણીએ તત્કાલિન વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર સાથે ઉનામાં લિંચિંગની ઘટનાની પ્રથમ વર્ષગાંઠ પર 'ફ્રીડમ માર્ચ' કાઢી હતી. મહેસાણા જિલ્લા વહીવટીતંત્રે મેવાણીને માર્ચ કાઢવાની અગાઉ આપેલી પરવાનગી રદ કરી દીધી હતી. મહેસાણા પોલીસે તેની સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 143 હેઠળ ગેરકાયદેસર કૂચ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.